અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંતશ્રી રણછોડદાસ નેત્રાલય નો કેમ્પ યોજાયો

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ યોજાયો હતો આંખ ને લગતા તમામ રોગ ની તપાસ અને મોતિયા ના દર્દી નારાયણો ને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે ઓપરેશન માટે રાજકોટ લઈ જવા લાવવા નેત્રમણી ચશ્માં દવા ટીપા રહેવા જમવા સહિત ની સુવિધા સંપૂર્ણ મફત કરાય આપતા સેવા યજ્ઞ માં ખૂબ મોટી સંખ્યા માં દામનગર સહિત આસપાસ ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો આ સેવા યજ્ઞ માં સામાજિક અગ્રણી રવજીભાઈ નગજીભાઈ નારોલા ના સૌજન્ય થી કેમ્પ માં આવતા તમામ દર્દી ઓને અલ્પહાર અર્પણ કરાયો હતો દામનગર સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા દર્દી નારાયણો ની આંખ ની તપાસ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ની નિષ્ણાંત તબીબી સેવા એ કરાય હતી 

Related Posts