ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ
હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં
બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ
કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી
એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવેલ.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરા નાઓની રાહબરી
હેઠળ એલ.સી.બી.ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી પશુધનની ચોરી કરનાર ગેંગના
સભ્યોને વાહન સાથે ઝડપી લઇ, પશુધન ચોરીમાં ઉપયોગ કરેલ ઇકો કાર, રોકડ રકમ,
મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી અમરેલી, રાજકોટ ગ્રામ્ય જિલ્લાઓમાં
થયેલ ૭ પશુધન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) અક્ષય જાનીભાઇ સાઢમીયા, ઉ.વ.૨૫, રહે.આટકોટ, કૈલાસનગર, તા.જસદણ, જિ.રાજકોટ.
(૨) રણજીત કાંતીભાઇ વાઘેલા, ઉ.વ.૨૨, રહે. નાના ઉજળા , તા.વડીયા, જિ.અમરેલી.
(૩) સુનીલ ગોપાલભાઇ વાઘેલા, ઉ.વ.૨૭, રહે.સનાળી, તા.વડીયા, જિ.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) રોકડા રૂ.૨૮,૦૦૦/-
(૨) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૨ કિં.રૂ.૧૨,૦૦૦/-
(૩) એક મારૂતિ સુઝુકી કંપીનીની ઇકો મોડલની ફોર વ્હીલ કાર જેના રજી.નં.GJ-03-NB-5855
કિ.રૂ.૨,૮૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૩,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેના સાગરીતો સાથે મળી નીચે મુજબના
ગુનાઓની કબુલાત આપેલ છે.
(૧) આજથી આશરે આઠેક દિવસ પહેલા રાત્રીના સમયે પકડાયેલ ઇસમો ઇકો
ફોરવ્હીલ ગાડી લઇને વડીયા તાલુકાના સનાળા ગામે રાત્રીના ગયેલ. ત્યા રોડની
બાજુમા આવેલ એક મકાનમાં બેલાની દીવાલના બેલા નીચે ઉતારી, ફરજામા
મોલઢોર સાથે બાંધેલ હોય જે ફરજામાંથી એક પાડીની ચોરી કરી, ઇકો ગાડીમા
ભરી લીધેલ હોવાની હકિકત જણાવેલ હોય જે અંગે વડીયા પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૦૨૫૦૩૪૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા(BNS) કલમ
૩૦૩(૨) મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૨) ઉપરોકત ચોરી કરેલ તે જ રાત્રીના વડીયા તાલુકાના સનાળા ગામમા લાખાપાદર
ગામ તરફ જવાના રસ્તે ગેઇટ પાસે રોડની બાજુના મકાને ફરજાનો જાપો ખોલી,
તેમા માલઢોર સાથે બાંધેલ હોય જે માલઢોરમાંથી એક પાડાને સાંકળમાંથી છોડી
લઇ તેની ચોરી કરી, ઇકો ગાડીમા ભરી લીધેલ હોવાની હકિકત જણાવેલ હોય જે
અંગે ખરાઇ કરતા વડીયા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૦૨૫૦૩૫૨/૨૦૨૫ ભારતીય
ન્યાય સંહીતા(BNS) કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૩) ઉપરોકત વડીયા તાલુકાના સનાળા ગામેથી ચોરી કરી એ જ રાત્રીના આશરે અઢી
વાગ્યા ના અરસામા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા સખપર ગામે
રોડની બાજુમા વંડામા માલઢોર બાંધેલ હોય તેમાથી બે પાડીઓને સાંકળથી
બાંધેલ હોય તેને છોડી લઇ તેની ચોરી કરી, ઇકો ગાડીમા ભરી લીધેલ અને
બાદમાં ઉપરોકત ચોરીઓ કરેલ પાડી/ પાડા ઓને આટકોટ ખાતે લઇ ગયેલ. અને
બાદમાં જસદણ ખાતે ખાટકીવાડમાં રહેતા મહમદહુસેનભાઇ કટારીયા વહેચી
દીધેલ હોવાની હકિકત જણાવેલ.
(૪) આજથી આશરે દસેક દિવસ પહેલા પકડાયેલ આરોપી અક્ષય તથા તેનો બનેવી
હિતેષ ઉર્ફે જીતેશ કાંતીભાઇ વાઘેલા હાલ રહે.આટકોટ, તા.જસદણ, જિ.રાજકોટ
વાળા બંન્નેએ સાથે મળી ઇકો ફોરવ્હીલ લઇ બાબરા તાલુકાના લાલકા ગામે ગયેલ
ત્યાં મંદીર તરફ જવાના રસ્તે વાડી/ખેતરે ખુલ્લામા માલઢોર બાંધેલ તેમાથી એક
પાડીને સાંકળમાંથી છોડી તેની લઇ ચોરી કરી ઇકો ગાડીમાં ભરી લીધેલ હોવાની
હકિકત જણાવેલ હોય જે અંગે ખરાઇ કરતા બાબરા પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૫૦૮૧૫ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા(BNS) કલમ
૩૦૩(૨) મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૫) ઉપરોકત ચોરી કરી ત્યાંથી નીકળી બાબરા તાલુકાના વાંકીયા ગામે નીલવડા ગામ
તરફ જતા રોડની બાજુમા ખુલ્લા ખેતરમા માલઢોર બાંધેલ તેમાથી એક પાડીને
સાંકળમાંથી છોડી લઇ તેની ચોરી કરી, ઇકો ગાડીમા ભરી લીધેલ હોવાની હકિકત
જણાવેલ હોય જે અંગે ખરાઇ કરતા બાબરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૫૦૮૧૪
/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા(BNS) કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૬) ઉપરોકત બન્ને ચોરીઓ કરી બાદ ત્યાથી નીકળી જસદણ તાલુકાના ગોખલણા ગામે
રોડની બાજુમા આવેલ વાડી/ખેતરમા માલઢોર બાંધેલ હોય તેમા એક પાડીને
સાંકળથી બાંધેલ હોય તે પાડીની ચોરી કરી ઇકો ફોરવ્હીલમા ભરી લઇ આટકોટ
ખાતે લઇ ગયેલ અને બાદમાં જસદણ ખાતે ખાટકીવાડમાં રહેતા મહમદહુસેનભાઇ
કટારીયા વહેચી દીધેલ હોવાની હકિકત જણાવેલ.
(૭) આજથી આશરે પચીસેક દિવસ પહેલા પકડાયેલ આરોપી અક્ષય તથા તેનો
બનેવી હિતેષ ઉર્ફે જીતેશ કાંતીભાઇ વાઘેલા હાલ રહે.આટકોટ, તા.જસદણ,
જિ.રાજકોટ વાળા બંન્નેએ સાથે મળી ઇકો ફોરવ્હીલ લઇ આશરે દોઢ-બે વાગ્યા
આસપાસ વિછીંયા તાલુકાના દડલી ગામથી ગુંદાળા ગામ તરફ જતા રોડે, એક
વાડી/ ખેતરે ફરજામા માલઢોર બાંધેલ તેમાથી એક પાડીને સાંકળમાંથી છોડી
લઇ, તેની ચોરી કરી ઇકો ગાડીમા ભરી અને આટકોટ લઇ ગયેલ અને બાદમાં
જસદણ ખાતે ખાટકીવાડમાં રહેતા મહમદહુસેનભાઇ કટારીયા વહેચી દીધેલ
હોવાની હકિકત જણાવેલ હોય જે અંગે ખરાઇ કરતા વિંછીયા પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૨૧૩૦૬૮૨૫૦૪૫૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા(BNS) કલમ
૩૦૩(૨) મુજબ ગુનો રજી. થયેલ છે.
ગુન્હો કરવાની રીતઃ-
પકડાયેલ આરોપીઓ તથા તેમના સાગરીતો સાથે ગામડાઓમાં તેમજ
વાડી/ખેતરોમાં ફરજામાં રાખવામાં આવતા પશુધનની જગ્યાઓ જોઇ બાદમાં પોતાના
હવાલાની ઇકો કાર કારમાં આવી, ભેંસના નાના બચ્ચાઓ પાડા/પાડીઓની ચોરીઓ
કરી, ઇકો કારમાં ભરી લઇ જતા હતા, જસદણ ખાતે ખાટકીવાડમાં રહેતા
મહમદહુસેનભાઇ કટારીયા વહેચી નાખતા હતા.
પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-
રણજીત કાંતીભાઇ વાઘેલા રહે. નાના ઉજળા તા.વડીયા જિ.અમરેલી વાળો નીચે
મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.
(૧) તળાજા પો.સ્ટે. (જિ.ભાવનગર) ગુ.ર.નં. ૧૧૧૯૮૦૫૩૨૪૦૭૭૪/૨૦૨૪, BNS કલમ
૩૦૩(૨).
સુનીલ ગોપાલભાઇ વાઘેલા રહે.સનાળી તા.વડીયા જિ.અમરેલી વાળો નીચે
મુજબના ગુનામાં પકડાયેલ છે.
(૧) ધારી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૩૦૦૧૧/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૪૪,
૩૬૫, ૫૦૬(૨), ૧૧૪
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા પો.સ.ઇ. શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી
જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર, કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ.
આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. રમેશભાઇ સીસરા દ્વારા
કરવામાં આવેલ છે.


















Recent Comments