અમરેલી

અમરેલી-ખીજડીયા રેલવે લાઇન પર એલસી નંબર-૧૬ (ઈશ્વરીયા ફાટક) પરથી પસાર થતા વાહનો માટે રૂટ ડાયવર્ટ કરાયો

અમરેલી-ખીજડીયા રેલવે લાઇન પર આવેલા રેલવે એલ.સી. નં. ૧૬ (ઈશ્વરીયા ફાટક) ખાતે રેલવે વિભાગ દ્વારા આર.સી.સી. બોક્સ તથા નવા એપ્રોચ રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હોવાથી અહીંથી પસાર થતાં વાહનોને હાયવર્ટ કરવા માટે વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલિપસિંહ ગોહિલ એ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ – ૩૩ (૧) (બી) હેઠળ મળેલી સત્તાની રૂએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ વૈકલ્પિક રૂટ-૧ અનુસાર ઈશ્વરીયાથી નાના માચીયાળા તરફ જતા વાહનોએ ઈશ્વરીયા-લાઠી ચોકડી-અમરેલી બાયપાસ રોડ- લાઠી ચોકડી-ઈશ્વરીયા રૂટ પરથી પસાર થવાનું રહેશે.

વૈકલ્પિક રૂટ-૨ મુજબ નાના માચીયાળાથી ઈશ્વરીયા તરફ જતા વાહનોએ નાના માચીયાળા-અમરેલી બાયપાસ રોડ-લાઠી ચોકડી-ઈશ્વરીયા રૂટ પરથી પસાર થવાનું રહેશે.

આ જાહેરનામું ૨૫.૦૧.૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિમય-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

Related Posts