માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના ઢસા-દામનગર-ગારિયાધાર રોડ પર આવેલા પાડરશિંગા ગામમાં ૦૪ નવા પુલ નિર્માણનું કાર્ય શરૂ થવાનું હોવાથી હાઈવે પરથી પસાર થતા તમામ વાહનોનો ટ્રાફીક ડાયવર્ટ કરવા માટે વૈકલ્પિક રૂટ જાહેર કરતું માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલિપ સિંહ ગોહિલે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૦૧ (બી) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામાં મુજબ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસાર ઢસા-દામનગર-ગારીયાધાર હાઈવે પરના ચેનેજ ૧૬/૨૦૦ પર આવેલા પાડરશિંગા ગામમાં જવા માટેના એપ્રોચ રોડ પરથી પાડરિશંગા ગામમાંથી પસાર થતા રસ્તા પરથી પસાર થઈ બીજી તરફ ચેનેજ ૧૭/૭૦૦ પરથી પસાર થવાનું રહેશે. રૂટ પરથી પસાર થવાનું રહેશે.
આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા.૨૨.૦૨.૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.


















Recent Comments