ભાવનગર તાલુકાનો જાન્યુઆરી-૨૦૨૬ના માસનો મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ
કાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૨૮/૦૧/૨૦૨૬, ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર
કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરના
અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે.
ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના સરકારી વિભાગોમાં પડતર હોય તેવા વ્યક્તિગત પ્રશ્નો માટે
સંબંધિત તલાટી-કમ-મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તારીખ ૧૦/૦૧/૨૦૨૬ સુધીમાં મામલતદાર,
ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર
(ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.
ભાવનગર ગ્રામ્યનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮ જાન્યુઆરીના યોજાશે


















Recent Comments