ભાવનગર નેક નામદાર યુવરાજ જયવીરસિંહજી ના વરદ હસ્તે ધ કે.પી.ઇ.એસ ઇંગ્લિશ સ્કૂલ ખાતે ઇનોવેટિવ પ્રદર્શન-2025 યોજાયુ.તારીખ 31/12/25 બુધવારના રોજ ભાવનગર કાળિયાબીડ ખાતે આવેલ કે.પી.ઇ.એસ ઇંગ્લિશ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલ. વિદ્યાર્થીઓમા પડેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે ઇનોવેશન ફેર એકપો-2025 યોજાયો.જેનુ ઉદ્ઘાટન ભાવનગરના યુવરાજ જયવીરસિંહજીએ કરેલ જેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપેલ.મેનેજમેન્ટ દ્વારા એમનું ભવ્ય સ્વાગત થયુ.શિક્ષકોના માર્ગદર્શન તળે અલગ વિભાગોમાં અંદાજે 110 કરતા વધુ કૃતિઓ વિદ્યાર્થીઓ રજૂ કરી. જેમાં તેમનુ ઇનોવેશન ખૂબ સુંદર રીતે.રજુ કર્યું.આ એકપોને નિહાળવા માટે ભાવનગરની વિવિધ શૈક્ષણિક , સામાજિક સંસ્થાઓ તથા ભાવેણાની જનતાને લાભ લીધો.આ એક્સપોમા જજ તરીકે હેમભાઈ ભટ્ટ , મનીષભાઈ વિંઝુડા તથા વિવેકભાઈ મેહતાએ ફરજ બજાવેલ.આ ઇવેન્ટને સફળ બનાવવા માટે કે.પી.ઇ.એસ.મેનેજમેન્ટ તથા તમામ ડિપાર્ટમેન્ટના હેડ અને સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવેલ.
ભાવનગરના નેક નામદાર યુવરાજ જયવીરસિંહજી ના વરદહસ્તે ધ કે.પી.ઇ.એસ ઇંગ્લિશ સ્કૂલ ખાતે ઇનોવેટિવ પ્રદર્શન ૨૦૨૫ નો પ્રારંભ





















Recent Comments