શ્રી મહેતા રામજીભાઈ અમરશીભાઈ સાર્વજનિક સેનીટોરીયમ ટ્રસ્ટ-સા.કુંડલાનાં સંપૂર્ણ સહયોગથી શ્રી ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી-સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા શહેર તથા આજુબાજુનાં વિસ્તારનાં વરિષ્ઠ નાગરીકો (સીનીયર સીટીઝન) માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આજરોજ તારીખ ૨-૧-૨૬ ના રોજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી અહીં ડો વડેરા સાહેબ તથા ડો પીપળીયા સાહેબની હોસ્પિટલ વચ્ચેની જગ્યામાં કરવામાં આવેલ જેમાં જરૂરીયાતમંદોને આંખ, કાન, દાંત, ફેફસા, હદય, કેન્સર વગેરેનુ એકસ-રે તથા લેબોરેટરી દ્વારા નિદાન કરી સચોટ માહીતી આપવામાં આવેલ
.આ કેમ્પમાં ડો. વડેરા સાહેબ, ડો. પીપળીયા સાહેબ, ડો. દીપકભાઈ શેઠ, ડો. અનીતામેડમ તરસરીયા, ડો. અનીતામેડમ ધાખડા, ડો. અંગ્રેજ સાહેબ, ભાવનગર તથા સાવરકુંડલાનાં નિષ્ણાંત ડોકટરો સેવા આપેલ . તેમજ કેમ્પને સફળ બનાવવા સાવરકુંડલાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાની પ્રેરક ઉપસ્થિતિ રહી દર્દીઓની સાથે વાતચીત કરી દર્દીઓને સારવાર સંદર્ભે પૂછપરછ પણ કરી હતી. આ કેમ્પમાં દર્દીઓને દવાઓ પણ ફ્રી આપવામાં આવેલ.
આ કેમ્પમાં ૧૦૦ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે મેહુલભાઈ વ્યાસ, જયંતિભાઈ વાટલીયા, વિનુભાઈ રાવળ, ભાવનગર રેડ ક્રોસ સોસાયટીની ટીમના ઈલાબેન વાઢેર, ઉર્વિબેન મકવાણા, સુરેશભાઈ ઠાકર, શિરીષભાઈ ઠાકર, દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
એકંદરે આજરોજ યોજાયેલ આ કેમ્પને ભારે સફળતા પ્રાપ્ત થઈ હતી.


















Recent Comments