અમરેલી

વ્યથા એ બિસ્માર જર્જરિત સ્થાનોની..હા, દરબાર ગઢ અને આપડે બંને સરખા.. એક જ વ્યથાના મુસાફર.. 

સાવરકુંડલાના ખરાં અસ્તિત્વની અસ્મિતાના ઓળખ સમા શહેરની મધ્યમાં વચ્ચોવચ્ચ અડિખમ ઊભેલો હા, હું, ટાવર બોલું છું. સાવરકુંડલા મુકામે કોણ જાણે કેટલા વર્ષોથી જેમનો તેમ જ ઊભો છું.મારી શારીરિક અને માનસિક યોગ્ય ખેવના ન અભાવે આજે મારી હાલત જે થઈ ગઈ છે તે ” આંધળાયે ભાળે”(provarbial) આવી છે.અનેક વર્ષોના ટાઢ, તડકો,વરસાદ,વાવાઝોડા,… મેં જોયા છે, અનુભવ્યા છે,સહન કર્યા છે.કોઈ જાજ૨માન ખોરડાના બુઝર્ગ (જે બુઝી (ઠરી) જવાની અણી પર છે તેવું)) જમાનો ખાધેલ (proverbial) મોભી, વડીલ,…માફક બિલકુલ મૌન, કમ ખાના ઔર ગમ ખાના (proverbial) ! બસ બધું જોયા જ કરું છું! જોયા જ કરું છું! ક્યારેક તો થઈ આવે છે કે સતયુગના મહાભારત યુદ્ધને બસ જોયા જ કરતું ” બર્બરકનું માથું” તો આગલા ભવમાં હું જ તો નહીં હોઉં ને! મેં કેટલી દિવાળી,કેટલી હોળી,કેટલી વસંતો ને કેટલી પાનખરો જોઈ ! તે ગણી હિસાબ રાખવાવાળું કોઈ હજી સાવરકુંડલા ગામ,તાલુકો કે અમરેલી જિલ્લામાં હયાત અને તંદુરસ્ત હોઈ તો જરૂર મારી પાસે મોકલજો,અમે બંને ભેગા મળીને મારા ખાતમુહુર્તથી માંડીને ચણતર અને લોકાર્પણ સુધીની વાતોને વાગોળીશું! યાદ તો શું કરીએ હવે! ઠાઠથી ટટ્ટાર ગામ વચાળે આભને ટેકા દેતા ઊભા રેતા મને કોઈ અફસોસ નથી! હા એક અફસોસ અવશ્ય થાય છે! કદાચ જો હું ટાવરને બદલે રોડ હોત ને તો……તો….તો….વાત જ જવા દો ને સાહેબ! એક જ વાર નહીં કોણ જાણે કેટલીય વાર ” રિનોવેટ” થઈ ગયો હોત! નરસિંહ મેતાએ મોક્ષને બદલે જુવોને આ કળિયુગના રોડ માફક જન્મો જન્મ અવતાર ( રિસરફેસિંગ) માંગ્યું તું કે નહીં?

તે નિત કટકી! નિત હપ્તા! લેવા….જેવો તાલ થાત હોં!

પણ જોજો હો! આ ” અફસોસ” નથી,આતો “અહેસાસ” છે મારો! અંગત ! અને તમારી જેવા કોઈ જે મિલકતને પણ મન હોય છે આવું માનવાવાળા લેખક મળી જાય ને! ત્યારે તેઓ ને પણ ” એહસાસ” થાય છે! વેદનાના નહીં જ હાંકે! સંવેદનાનો ! કારણકે સંવેદન તો સર્જન હારે સર્જન માટેજ આપ્યું છે! રુદન સારું નહીં! એ તો માનવી તેનો દુરુપયોગ  કરે છે you know! આખીર હમ ભી તો ” અંગ્રેજ કે જમાને કે ટાવર હૈ!”

હા જો ! ગામમાં દરબારગઢ છે ને એને જોવ છું ને, એટલે મને મારી હાલત તો કોઈ અફસોસ જ નથી થાતો! અમે બન્ને સમ દુઃખીયા! લે હાલ, તો તું તો થા રવાના અહીં થી! હું તો ઓન ડ્યુટી છું! સાવરકુંડલા શહેરનો ટાવર!. 

છે દીવાલોને પણ બે કાન.!  ટાવરને ક્યાં ફળ્યું ધબકતું સ્થાન? 

છે સાવ સુનો દરબાર ગઢ..!! વાતો થાય જ્યારે રીવર ફ્રન્ટના અવતરણ સમી. 

ને  એ જાજરમાન જર્જરિત ઇમારતો છે સાવ બેજાન. 

આજે જ થયું મને તેનું ભાન!આવાગમન માટે સદાય ધમતાં એ જૂના બસ ડેપોને પણ કાળ આભડી ગયો હોય તેમ આસપાસ વિટળાયેલી ગંદકીના ગંજ સમો થયો એ વિસ્તાર.. તોય  અખાને ક્યાં લાધ્યું બ્રહ્મજ્ઞાન?? 

—-પાંધીસર 

સાવરકુંડલા શહેરની અનોખી ઓળખ સમો દરબાર ગઢ પણ હાલ જર્જરિત અવસ્થામાં જોવા મળે છે. હજુ પણ આ સાવરકુંડલાની સંસ્કૃતિ અને પરંપરાને નિભાવી જાણતાં એ દરબાર ગઢની વ્યથા પણ હ્રદયવિદારક છે .તો સાવરકુંડલા શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ એ જૂના એસ.ટી. ડેપોની દિવાલો પણ હવે ઘણું કહી જાય છે.. આવાગમનના એ ધ્વનિ હજુ પણ બ્રહ્માંડમાં ગુંજે છે. સાવરકુંડલા બગસરા જવાની બસ પ્લેટફોર્મ નંબર ૬ પર આવે છે..!! સાવરકુંડલા શહેરમાં એક સમયે જ્યાં નગરપાલિકા કચેરી બિરાજતી એ ત્રણ માળની ઇમારતમાં આજે ચકલા બોલે છે. પ્રજાના કલ્યાણ માટે બનાવેલી મિલકતો આમ જર્જરિત અને બિસ્માર થવાના કારણે સાવરકુંડલા શહેરને હજુ સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવાના સોણલાં કેમ સાકાર થશે?

Related Posts