સાવરકુંડલા શહેરમાં ગતરોજ તા.૧/૧/૨૬ ને ગુરુવારના રોજ કબીર ટેકરી ખાતે મહંત શ્રી નારાયણ સાહેબનો અવતરણ દિવસ ( જન્મ દિવસ)ની અનોખી ઉજવણી કરવામાં આવી. જેમાં ગધ સાહિત્ય સેતુ -અમરેલીના સાહિત્યકારો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ મહંત શ્રી નારાયણ સાહેબને કાંસ્ય વાસણો, વસ્ત્ર ,શ્રીફળ અને સાકરનો પડો અર્પણ કરવામાં આવ્યો હતો.
આ નિમિત્તે મહંત શ્રી નારાયણ સાહેબે કહ્યું હતું કે જીવનમાં દરેક દિવસે મંગલ અને સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઈએ. આ તકે સાહિત્યકારોમાં વાસુદેવભાઇ સોઢા, મંગળુભાઈ ખુમાણ, નાનાલાલભાઈ ત્રિવેદી, વજુભાઈ ત્રિવેદી, સુધીરભાઈ મહેતા, મનીષભાઈ વિંઝુડા, દિપાલીબેન પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે હાજર રહેલ તમામ સાહિત્યકારોને મહંત શ્રી નારાયણ સાહેબ દ્વારા વસ્ત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. પ. પૂ. મહંત નારાયણ સાહેબના અવતરણ દિવસ નિમિત્તે સાહિત્યકારો દ્વારા કબીર ટેકરીના ઈતિહાસ પુસ્તકની સમીક્ષા કરવામાં આવી હતી.. આમ કબીર ટેકરી આશ્રમ ખાતે તારીખ ૧ જાન્યુઆરીનો દિવસ ખૂબ જ આનંદમય અને મંગલમય વાતાવરણમાં વ્યતિત થયો. હવે ફરી પાછા નવા વર્ષની પ્રતિક્ષા.


















Recent Comments