નવેમ્બર ૨૦૨૪માં ભારતમાં યોજાયેલી ICA ( ઇન્ટરનેશનલ કો ઓપરેટિવ એલાયન્સ)ની બેઠકમાં વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ઘોષિત કરાયેલું હતું. આ જ વર્ષમાં ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા નવી સહકારી નીતિ ૨૦૨૫માં મહિલાઓ, યુવાનો અન્ય વર્ગોની સહકારી ક્ષેત્રમાં ભાગીદારી વધે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ દિશામાં પ્રયત્નશીલ જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળી, અમરેલીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષના પ્રથમ જ દિવસે ૦૧.૦૧.૨૫ ના રોજ દિવ્યાંગોની સહકારી મંડળીની નોંધણી કરવામાં આવી હતી, જેથી કરી દિવ્યાંગોનું સમાવેશન પણ સહકારી ક્ષેત્રમાં થઈ શકે.
આ અંગે અમરેલી જિલ્લા રજિસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ જણાવે છે કે, જાન્યુઆરી ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ સુધી એમ વિવિધ સમયગાળામાં ગુજરાતમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મહિલા સખી મંડળોના ૩૨ જેટલા ક્લસ્ટર લેવલ ફેડરેશન સહકારી મંડળી તરીકે નોંધાયેલા છે. સખી મંડળનું સહકારી મંડળી તરીકે નોંધણી થવાથી અમરેલી જિલ્લામાં મહિલાઓની ભાગીદારી પણ સહકારી ક્ષેત્રે સુનિશ્ચિત થઇ છે.
દિવ્યાંગોને મહિલાઓ બાદ યુવાનોની સહકારી મંડળી (Indian youth co operative society) ની નોંધણી પણ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષના છેલ્લા દિવસે એટલે કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ થયું છે. યુવાનો પણ સહકારી ક્ષેત્ર તરફ આકર્ષાય, તેઓની ભાગીદારી થકી રોજગાર સર્જન થાય તથા વિવિધ લાભો સહકારી માળખા મારફત પ્રાપ્ત થાય તે હેતુથી યુવાનોનું સહકારી ક્ષેત્રમાં સમાવેશન પણ નિર્ણાયક છે.
દિવ્યાંગો, યુવાનો અને મહિલાઓની સહકારી ક્ષેત્રમાં ભાગીદારીથી અમરેલી જિલ્લામાં સર્વસમાવેશી સહકારી માળખું મજબૂત થયું છે અને “સહકારથી સમૃદ્ધિ” સંકલ્પના તળે આવરી લેવાયેલી છે.


















Recent Comments