જે.કે.મહેતા હોસ્પિટલ અમરગઢ ના સૌજન્યથી તા:૨/૧/૨૦૨૬ ના રોજ લંગાળા પટેલ સમાજની વાડીમાં આરોગ્ય તપાસ અને નિદાન કેમ્પનું આયોજન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયની એન એસ એસ શિબિર અંતર્ગત થયું જેમાં ૮૩ ગ્રામજનોએ વિવિધ બીમારીઓની પ્રાથમિક સારવાર લીધી.
આરોગ્ય કેમ્પ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગ્રામ અગ્રણી શ્રી કેશુભાઈ નાવડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ગ્રામજનોની આરોગ્ય વિશેની ખેવના અને લંગાળા ગામની સમરસ ભાવનાને બિરદાવી. આ કાર્યક્રમમાં લંગાળા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઇ ડાંગર, સરપંચ શ્રી પોપટભાઈ ચૌહાણ, શ્રી રામભાઈ ચાવડા, માજી સરપંચ શ્રી હરેશભાઈ કેરાસિયા, શ્રી કલ્યાણભાઈ ડાંગર, શ્રી પ્રતીકભાઈ ચાડ, ઉપસ્થિત રહ્યા હતા.
જે.કે. મહેતા હોસ્પિટલના તબીબો ડૉ.સત્યજીતસિંહ જાડેજા( જનરલ ફિઝિશિયન, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ), ડૉ. એકતા ટાંક ( પીડિયાટ્રિશ્યન), ડૉ.સુનિલ પરમાર (ફિઝિયોથેરાપિસ્ટ), ડૉ.રોહિત ગોહિલ ( પેઇન મેનેજમેન્ટ), વૈભવભાઈ દુધરેજીયા( પેશન્ટ કોઓર્ડિનેટર),શૈલેષ મકવાણા( કેમ્પ ઓર્ગેનાઈઝર), અને નર્સ તરીકે અંજલિ રાઠોડ, પ્રિયંકા રાઠોડ અને નૈના રાઠોડે સક્રિય જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં આવકાર શિબિર સંયોજક શ્રી વિશાલભાઈ જોશીએ આપ્યો.આભાર દર્શન શ્રી પૂજાબેન પુરોહિત દ્વારા થયું અને કાર્યક્રમ સંચાલન વિધાર્થી ગોપીબેન ગોહીલ એ કર્યું હતું.
લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા ના એન એસ એસ યુનિટ ૧ ની ખાસ વાર્ષિક શિબિર નિમિત્તે લંગાળા ગામે યોજાયેલ આરોગ્ય તપાસ કાર્યક્રમ


















Recent Comments