ભાવનગર

વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા લેવાતી GK – IQ પરીક્ષામાં ગણેશ શાળા ટીમાણાના કુલ 28 બાળકોએ રાજ્યમાં ટોપ 5 માં સ્થાન મેળવ્યું

વિકાસ વર્તુળ ટ્રસ્ટ – ભાવનગર દ્વારા નહીં નફો ; નહીં નુકસાનના સિદ્ધાંત સાથે બાળકોમાં નાનપણથી જ સ્પર્ધાત્મક પરીક્ષાનો અભિગમ કેળવાય તેવા હેતુ સાથે દર વર્ષે GK – IQ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ :- 2025- 26 માં વિકાસ વર્તુળ ટ્રસ્ટ – ભાવનગર દ્વારા 47 મી GK – IQ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ વર્ષોની પરંપરા જાળવીને આ વર્ષે પણ ઉત્તમ પરિણામ હાંસલ કર્યું છે. ધોરણ 5 થી 11 મળીને ગણેશ શાળા – ટીમાણા કુલ 28 બાળકોએ રાજ્યમાં પ્રથમ 5 માં સ્થાન મેળવ્યું છે તથા શાળાના કુલ 529 બાળકો વિકાસ વર્તુળ ટ્રસ્ટ – ભાવનગર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહિત શિષ્યવૃત્તિ માટે પસંદગી પામ્યા છે. આ પરીક્ષામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા પંડ્યા યશ રવિશંકરભાઈ (ટીમાણા), ધોરણ 7 માં અભ્યાસ કરતા ધામેલીયા હિરવાબેન હિતેશભાઈ (રાજપરા – 2), ધોરણ 8 માં અભ્યાસ કરતા બારૈયા દક્ષ ધીરજભાઈ (રબારીકા), ધોરણ 9 માં અભ્યાસ કરતા જોષી સ્વાતિબેન ચેતનકુમાર (મણાર) તથા ધોરણ 10 માં અભ્યાસ કરતા પંડ્યા સ્વરાબેન ગૌતમભાઈ (પીપરલા)એ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા છે. વર્ષ 2025- 26 માં પસંદગી પામેલા કુલ 529 બાળકોએ કુલ 3,08,000 રૂપિયા શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરીને સમગ્ર રાજ્યમાં સૌથી વધારે શિષ્યવૃત્તિ મેળવનાર શાળા તરીકે પણ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉત્તમ પરિણામ લાવવા બદલ શાળામાં આનંદનું વાતાવરણ છવાયું હતું. સાથોસાથ ઉત્તમ પરિણામ મેળવનાર દરેક બાળકોને ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Posts