અમરેલી

સાવરકુંડલા શહેરમાં શ્રી લુહાર યુવા ગ્રુપ દ્વારા આયોજિત ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ

સાવરકુંડલા શહેરમાં શ્રી લુહાર યુવા ગ્રુપ દ્વારા આયોજિત ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન અહીં હાથસણી રોડ સ્થિત આંખની હોસ્પિટલના વિશાળ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે આ સંદર્ભે સાવરકુંડલા લુહાર યુવા ગ્રુપ દ્વારા સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના ક્રિકેટ પ્રેમી ભાઈઓ બહેનોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ પણ પાઠવવામાં આવેલ 

 હવે વાત કરીએ આ ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની તો ગતવર્ષ ૨૦૨૪ – ૨૫ ની જેમ આ વર્ષે પણ તારીખ ૩ અને  ૪ જાન્યુઆરી ૨૦૨૬ શનિવાર રવિવાર ના રોજ સવારે ૯-૦૦ કલાકથી સાવરકુંડલા મુકામે હાથસણી રોડ આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ક્રિકેટનું લાઈવ પ્રસારણ સાવરકુંડલા શહેર તેમજ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં youtubeના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. આમ પણ સાંપ્રત સમયમાં ક્રિકેટ એ ખૂબ લોકપ્રિય રમત છે..આ રમત દ્વારા ક્રિકેટના રસિયાઓમાં ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય.. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સાવરકુંડલા લુહાર યુવા ગ્રુપના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

આ ક્રિકેટનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે. સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ક્રિકેટ પ્રેમીઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટનનો લ્હાવો લેવા માટે અહીં આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડ પર ક્રિકેટ રસિયાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનો આનંદ ઉઠાવ્યો હતો.. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ મુલાકાત લઈને રમતવીરોને પ્રોત્સાહિત કરેલ

Related Posts