સનાતન ભારતનું સંગીત જ વિશ્વના તમામ સંગીતનું મૂળ છે, જે આવતી પેઢી માટે લઈ જવું તે આપણી જવાબદારી છે. આ હેતુ સાથે જ ‘સ્પીકમેકે’ અભિયાન સંસ્થા કાર્યરત છે, જે અંતર્ગત લોકભારતી સણોસરામાં મંગળવારે રાત્રે પંડિત શ્રી રિતેશ અને પંડિત શ્રી રજનીશ મિશ્રાના સંગીત ગાયનનો કાર્યક્રમ માણવા મળ્યો.
સમાજની સર્વાંગી કેળવણી માટે કાર્યરત ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મંગળવારે રાત્રે પંડિત શ્રી રિતેશ અને પંડિત શ્રી રજનીશ મિશ્રાના સંગીત ગાયનનો કાર્યક્રમ માણવા મળ્યો. અહીંયા આ સાધકોએ વિદ્યાર્થીઓ સંગીત રસિકો સાથે પ્રાસંગિક સંવાદ પણ કર્યો. જેમાં મળેલા સંદેશા મુજબ સનાતન ભારતનું સંગીત જ વિશ્વના તમામ સંગીતનું મૂળ છે, જે આવતી પેઢી માટે લઈ જવું તે આપણી જવાબદારી છે. સૌને કાયમ શીખતાં રહેવા અને સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવા શીખ અપાઈ હતી.
ભારતીય કળા સંસ્કૃતિના આ હેતુ સાથે જ ‘સ્પીકમેકે’ અભિયાન સંસ્થા કાર્યરત છે. સારસ્વત ભવન લોકભારતીમાં આ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ યોજાઈ ગયો, જેમાં તબલા પર શ્રી નીરજ ધોળકિયા અને પેટી પર શ્રી પલાશ ધોળકિયા સંગત આપવા જોડાયાં.
આ ઉપક્રમ સંદર્ભે ‘સ્પીકમેકે’ ભાવનગર એકમના સ્વયંસેવક સંયોજક શ્રી ઉદય ભટ્ટે વાત કરી અભિયાનનો હેતુ વિદ્યાર્થીઓ સાથે અનુભૂતિનો જણાવી પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો. પ્રારંભે લોકભારતીના શ્રી વિશાલ ભાદાણી દ્વારા સંસ્થા વતી આવકાર અપાયો અને આ શાસ્ત્રીય જ્ઞાન માણવાના મૂલ્યવાન અવસરની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે, શ્રી રામચંદ્રભાઈ પંચોળી, શ્રી હસમુખભાઈ દેવમુરારિ, શ્રી કાંતિભાઈ ગોઠી અને કાર્યકર્તા પરિવાર સાથે વિદ્યાર્થીઓએ રસપૂર્વક આ કાર્યક્રમ માણ્યો અને મોજ તથા તાલ સાથે ગાનમાં પણ સહભાગી થયાં હતા.


















Recent Comments