આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજયમાં દરરોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી જિલાના તમામ તાલુકાઓમાં વનવિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે, જીવો જીવવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે વોટસએપ નંબર તથા વેબસાઈટ પર કાર્યરત કર્યા છે. એટલું જ નહીં, પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર ૧૯૬૨ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. આગામી ઉતરાયણ દરમ્યાન જો કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજયભરમાં આ વર્ષે ૭૦૦ થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, ૬૨૦ થી વધારે તબીબો તેમજ ૫૦૦૦ ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉતરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. પાછલા પાંચ વર્ષોમાં અંદાજે ૬૦ હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર સુશ્રુષા કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ વર્ષે ઉતરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપીલ કરી છે. રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા સને-૨૦૧૭ થી ‘કરુણા અભિયાન’ શરૂ કરાયું છે. તા. ૧૦ મી થી તા. ૨૦/૦૧/૨૦૨૬ દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરના તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાશે. આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓના સારવાર કેન્દ્રો ઉભા કરી, ઈજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, મહાનગરપાલીકા, માહિતી ખાતુ, ખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે. તદઉપરાંત આ અભિયાન હેઠળ ચાઈનીઝ દોરી અથવા ચાઈનીઝ માંઝાનો ઉપયોગ ન થાય તે અંગે જાગૃતિ કેળવાય તેમજ પતંગ ચગાવવાના ઉમંગમાં અબોલ જીવોને હાની ન થાય તે અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું તેમજ મોબાઈલવાન મારફતે જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવાનું નકકી કરાયેલ છે. કરૂણા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ સાહેબ, અધિક કલેકટર ગૌતમ સાહેબ, ડી.ડી.ઓ શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સાહેબ, શ્રી એન.કે.મુછાર સાહેબ, પોલીસ કમીશ્નરશ્રી બ્રિજેશ ઝા સાહેબ,એસ પી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીના માનદ સલાહકાર મિતલ ખેતાણી, સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશભાઈ શાહ, કુમારપાળભાઈ શાહ તથા સાથી ટીમ, ડી.સી.એફ. શ્રી યુવરાજસિંહ ઝાલા, ડી.એફ.ઓ. શ્રી કોટડીયા સાહેબ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈનના પ્રતિક સંઘાણી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) ના માધવભાઈ દવે, જયેશ ઉપાધ્યાય, ચંદ્રકાંતભાઈ શેઠ, ચંદ્રેશભાઈ પટેલ,શૈલેષભાઈ જાની,રાજકોટ મહાનગરપાલીકા, વન વિભાગ, નાયબ પશુપાલન નિયામક ડો. ગરારા સાહેબ, રાજકોટ મહાનગરપાલીકાના ડો. ભાવેશભાઈ, ડો. હીરપરા, ડો. ઉપેન્દ્ર પટેલ સાહેબ, ડો. રાઠોડ સાહેબ જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ તથા છેલ્લા ૨૨ વર્ષથી રાજકોટ શહેરના ઘવાયેલા અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર કરતી અને મુખ્યમંત્રીશ્રી દ્રારા સન્માનીત, સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ–પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનોએવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, વિવિધ સંસ્થાઓ અર્હમ યુવા સેવા ગૃપ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, પંચનાથ એનીમલ હોસ્પિટલ, સમસ્ત મહાજન, જીવદયા ઘર, શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ વિગેરેના સથવારે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં ચાર્ટમાં આપેલા નંબરો તા.૧૦ થી તા. ૨૦ જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓની નિઃશુલ્ક સારવાર માટે કાર્યરત રહેશે.
કરૂણા અભિયાન–૨૦૨૬ અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે વોટસએપ મો.૮૩૨૦૦ ૦૨૦૦૦ નંબર ‘ Karuna’ લખવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.
કરૂણા અભિયાન અને હેલ્પલાઈન નંબર (૧૯૬૨, ૯૮૯૮૪ ૯૯૯૫૪, ૯૮૯૮૦ ૧૯૦૫૯, ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧-૨૪૭૧૫૭૩)નો વિસ્તૃત પ્રચાર કરી અબોલ પક્ષીઓને બચાવવાનો સઘન પ્રયાસ કરાશે.
રાજય સરકાર સંચાલિત કરૂણા એનિમલ હેલ્પલાઈન ૧૯૬૨ની ૧૫ જેટલી એમ્બ્યુલન્સ સમગ્ર રાજકોટ જીલ્લામાં ખડેપગે રહેશે.
જીલ્લામાં આ અભિયાન અંતર્ગત વાહનો નકકી કરી તેના પર બેનર અને અન્ય પ્રચાર માધ્યમો ગોઠવી, જનજાગૃતિ કેળવવાની કાર્યવાહી કરાશે.
મહાનગરપાલિકા પશુપાલન અને વનવિભાગની કચેરીઓના વાહનો નકકી કરી ઘાયલ થયેલા પક્ષીઓને પશુ દવાખાના સુધી લઈ જવાની (શકય હશે ત્યાં સુધીની) વ્યવસ્થા ગોઠવાશે.
જીલ્લામાં આવેલ તમામ પશુ ચિકિત્સકો, (સરકારી તેમજ અન્ય ખાનગી) ની ટીમો બનાવીને પશુ દવાખાનામાં સતત કાર્યરત રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે.
પ્રતિબંધીત ચાઈનીઝ દોરા તેમજ ચાઈનીઝ તુકકલ વેંચતા વેપારીઓ પર રેડ પાડવામાં આવશે.
આગામી મકરસંક્રાંતિપર્વ નિમિતે SPCA અને જીલ્લા પંચાયત રાજકોટ દ્વારા સમગ્ર જિલ્લામાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. જીલ્લાનાં તમામ તાલુકા સ્તરના ૨૦ થી વધ પશુ દવાખાનાઓમાં ૪૦ થી વધુ વેટરનરી ડોકટરોની ટીમ હાજર રહેશે. અને પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર-સુશ્રષા કરશે.
• ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે રાજકોટ શહેર/જિલ્લામાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કંટ્રોલરૂમ કાર્યરત રહેશે.
• રાજકોટ શહેરમાં મકર સંક્રાંતિ નિમીતે શરૂ ક૨વામાં આવેલ કંટ્રોલરૂમ
સારવારનાં સ્થળો
1 . ત્રિકોણબાગ, રાજકોટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯/૯૮૯૮૪ ૯૯૯૫૪)
2 . અર્હમ યુવા સેવા ગ્રુપ, મોદી સ્કુલ પાસે, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪)
3. અર્હમ યુવા સેવા ગ્રુપ, ઓમ નગર સર્કલ, મવડી,૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪)
4. અર્હમ યુવા સેવા ગ્રુપ,ક્રિસ્ટલ મોલ સામે,કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪)
5 . અર્હમ વેટરનરી કલીનીક, હનુમાન મઢી, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.૭૫૬૭૦૭૫૬૮૦)
6. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, પાંજરાપોળ-સામા કાંઠે, રાજકોટ (મો.૯૬૩૮૪૩૩૦૭૦)
7. પંચનાથ વેટરનરી કલીનીક, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ (મો.૯૯૦૪૯૭૪૯૫૫)
8. બાલક હનુમાન, પેડક રોડ, રાજકોટ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો. ૯૮૯૮૦૧૯૦૫૯/ ૯૮૯૮૪ ૯૯૯૫૪)
9. કિસાનપરા ચોક, રાજકોટ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.૯૮૯૮૦૧૯૦૫૯ /૯૮૯૮૪ ૯૯૯૫૪)
10.કરુણા એનીમલ હોસ્પિટલ, ગોંડલ ચોકડી પાસે, તુલીપ પાર્ટી પ્લોટ, વાવડી, રાજકોટ. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ –
એનીમલ હેલ્પલાઈન (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪)
11. શેણી સદભાવના એનીમલ હેલ્પલાઈન હોસ્પિટલ શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર
પછી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન
(મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪)
12. ઈમ્પીરીયલ હાઈટ્સ, જીવદયા ઘર, રાજકોટ (મો.૯૭૨૪૬૦૯૫૦૨)
13. આજીડેમ, જીવદયા ઘર , રાજકોટ (મો.૯૭૨૪૬૦૯૫૦૨)
14. મુંજકા, વન વિભાગ (મો.૯૭૨૬૧૬૭૪૫૬)
15. મોરબી રોડ જકાતનાકા, કરુણા અભિયાન (ટોલ ફ્રી નંબર ૧૯૬૨ )
16. વેટરનરી પોલીટેકનીક, ડૉ. ગરાળા સાહેબ (મો.૯૪૨૭૨૨૦૧૪૭)
રાજય સરકાર સંચાલિત કરુણા એનિમલ હેલ્પલાઈન નંબર -૧૯૬૨
રાજકોટ જીલ્લો (ગ્રામ્ય)
સેવાભાવી સંસ્થાઓ :-
ક્રમ સ્થળ સંસ્થા નું નામ મોબાઈલ નંબર
૧ ગોંડલ અર્હમ યુવા સેવા ગૃપ ૬૨૬૨૦ ૯૦૯૮૯
૨ ગોંડલ હિતેશભાઈ દવે ૯૮૨૫૫૧૬૪૯૯
૩ ઉપલેટા જીવ સાર્થક ફાઉન્ડેશન ૬૩૫૫૮૬૯૩૬૯
૪ ધોરાજી ક્રિષ્ના ગૌશાળા ૯૪૨૮૪૬૭૫૩૭
૫ વિંછીયા વિંછીયા મહાજન પાંજરાપોળ ૭૫૬૭૦૯૧૫૭૨
૬ પડધરી દિપેશભાઈ પરમાર ૯૮૯૮૭૭3૭૧૮
પશુપાલન શાખા
ક્રમ હોદ્દો નામ મોબાઈલ નંબર
૧ વી.ઓ., ઉપલેટા ડો. આર.વી.જાદવ ૯૫૩૭૪૨૨૩૭૨
૨ વી.ઓ., કોટડા (સાં) ડો.આર.એસ.માલવીયા ૭૨૬૫૯૨૧૨૮૮
૩ વી.ઓ., ગોંડલ ડો. જે.એમ.ચૌધરી ૯૪૦૮૪૨૧૪૮૭
૪ વી.ઓ.,જસદણ ડો.એન.ડી.કાગડા ૯૪૨૬૨૬૪૮૩૪
૫ વી.ઓ.,જામકંડોરણા ડો.ઉર્વશી રામોલીયા ૮૨૩૮૪૦૦૮૩૦
૬ વી.ઓ.,જેતપુર ડો.કે.કે.સાવલિયા ૯૬૮૭૯૮૯૬૮૨
૭ વી.ઓ. ધોરાજી ડો.એ.ટી.ચાંપડીયા ૯૭૧૨૮૫૨૨૫૫
૮ વી.ઓ.,પડધરી ડો.જે.કે.પટેલ ૯૮૨૫૨૯૬૧૦૧
૯ વી.ઓ.,રાજકોટ ડો.પી.બી.પુરોહિત ૯૭૨૪૬૯૫૧૫૨
૧૦ વી.ઓ.,લોધિકા ડો.એ.પી.દેલવાડીયા ૯૮૭૯૪૨૦૬૧૨
૧૧ વી.ઓ. વિંછીયા ડો.એ.એ.ચૌહાણ ૮૪૦૧૯૮૧૩૮૭
રાજકોટ જિલ્લામાં કંટ્રોલરૂમની માહિતી
ઘવાયેલા પશુ-પક્ષીઓની સારવાર માટેના ઈમરજન્સી નંબર ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર
કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧-૨૪૭૧૫૭૩
પંતગનાં દોરાથી વિદ્યુત તારોમાં ફસાયેલા પક્ષીની મદદ માટે પી.જી.વી.સી.એલ. ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ પર સંપર્ક થઈ શકશે.
ઉતરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા મા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજયમાં તા.૧૦મીથી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલનાર કરૂણા અભિયાન અંગે, રાજકોટ જિલ્લાના કરૂણા અભિયાન અંગે રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશ સાહેબ, ડી.ડી.ઓ. શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સાહેબ, શ્રી એન.કે.મુછાર સાહેબ, અધિક કલેકટર ગૌતમ સાહેબ, એસ પી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં માનદ સલાહકાર મિતલ ખેતાણી, સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ, કુમારપાળભાઈ શાહ, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠ, એસ.પી.સી.એ.ના જયેશ ઉપાધ્યાય, રાજકોટ મહાજન પાંજરાપોળનાં અગ્રણીઓ, પંચનાથ એનીમલ હોસ્પિટલ, જીવદયા ઘર, દેવાંગભાઈ માંકડ અને મયુરભાઈ શાહ, પશુપાલન વિભાગના ડો. કટારા સાહેબ, ડી.સી.એફ.યુવરાજસિંહ ઝાલા સાહેબ, ડી.એફ.ઓ. શ્રી કોટડીયા સાહેબ, વન વિભાગના અધિકારીઓ, એનીમલ હેલ્પલાઈનના રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ઘનશ્યામભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓ જહેમત ઉઠાવી રહયાં છે.


















Recent Comments