અમરેલી

લીલીયા તાલુકાના સિંચાઈના કામો માટે ૬.૪૦ કરોડ મંજુર કરાવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

લીલીયા તાલુકામાં સિંચાઈ સુવિધાઓ મજબૂત બને તે હેતુસર ૧.નાના લીલીયા
ગામે માટીના બંડને મરામત કરવાની કામગીરી, ૩૧.૨૧ લાખનું કામ ,૨.ભેસવડી
ચેકડેમને મરામત અને મજબુત કરવાનું કામ ૧૨૭.૭૩ લાખનું કામ ૩. કુતાણા ગામે
જરૂરી મરામત અને મજબૂતાઈનું કામ ૫.૯૬ લાખનું કામ ,૪. ઈગોરાળા ડાંડ બંધારા
ડેમમાં મરામત અને મજબુતાઈનું કામ ૧૮.૮૪ લાખનું કામ ,૫.ઈગોરાળા ડાંડ
ચેકડેમ રીપેરીંગ નું કામ ૪.૫૦ લાખનું કામ ૬. સલડી ગામે નાની સિંચાઈ ના
મરામત અને મજબુતાઈનું કામ પહેલા ૨૪૨.૧૫ મંજુર થયેલ નવા ૪૪.૧૫ નું કામ
કુલ ૨૮૬.૩૦ લાખનું કામ ૭ મોટા કણકોટ પુર સરક્ષણ દીવાલ નું કામ ૨૯ લાખનું
કામ ૮.બોડીયા ગામે પ્રોટેક્શન વોલનું કામ ૪૮.૦૬ લાખનું કામ ૯.સલડી ગામે
સ્મશાન પાસે ૨૪.૦૭ લાખનું એફ.પી વોલનું કામ ૧૦.પુંજાપાદર ગામે ચેકડેમ

મરામત અને મજબૂતાઈ ૬૬.૧૪ લાખનું કામ ૧૧.ક્રાંકચ ગામે તળાવનું રીનોવેશનનું
૫.૦૦ લાખનું કામ કુલ ૧૧ સિંચાઈના કામો માટે ₹૬૪૦.૮૨ લાખ (રૂ. 6.40 કરોડ)ની રકમ મંજૂર કરાવવામાં આવી છે. આ મહત્વપૂર્ણ વિકાસકામોની મંજૂરી
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની સક્રિય રજૂઆત અને સતત પ્રયત્નોના
પરિણામે મળી છે.
આ મંજૂર થયેલ સિંચાઈના કામોથી લીલીયા તાલુકાના ખેડૂતોને પૂરતું સિંચાઈ પાણી
મળશે, ખેતી ઉત્પાદન વધશે તેમજ ગ્રામ્ય વિસ્તારની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
લીલીયા તાલુકાના સિંચાઈ વિકાસ માટે આ મહત્વપૂર્ણ સહાય બદલ ગુજરાત
રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા જળસંપતી મંત્રી શ્રી
ઈશ્વરભાઈ પટેલનો ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ તાલુકાવાસીઓ તરફથી
હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.

Related Posts