ભાવનગર

સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમમાં ભાગ લેનાર 40  વડીલોએ એ સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો

ભાવનગર 60 વર્ષથી વધુ હોય ધરાવતા નાગરિકો શેષ જીવનમાં સ્વસ્થ રહે. આનંદિત રહે. તે હેતુસર એક નવતર કાર્યક્રમ શિશુવિહાર પ્રાંગણમાં 15 ઓગસ્ટ થી ૨૦ સપ્તાહ માટે યોજાઈ ગયો.

એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ અને સવિશેષ શ્રી અશ્વિનભાઈ શ્રોફ ના સહકારથી યોજાયેલ સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમમાં ભાગ લેનાર 40  વડીલોએ તારીખ 6 જાન્યુઆરીએ સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.

લોક સેવક માનભાઈ ભટ્ટ સ્થાપિત ભાવનગર વૃદ્ધાશ્રમ  ના પ્રમુખ પ્રાધ્યાપક ડોક્ટર લીલાબેન ઓઝા ની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં વડીલોએ રાસ .ગીતો. અભિનય. અને તાલીમ કાર્યક્રમ દરમિયાન સક્રિય જીવન માટેના પ્રયોગો ની પ્રસ્તુતિ કરી હતી.

આ પ્રસંગે સૌથી વધુ નિયમિત રીતે તાલીમ લેનાર પાંચ વડીલોનું વિશેષ અભિવાદન ઉપરાંત શ્રી જાનવીબેન અંધારીયા અને રોબર્ટ ફર્નાન્ડિસ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે સૌ વડીલોએ સંકલ્પ પત્ર વાંચી શરીર અને મનથી સ્વસ્થ રહેવા. કુટુંબ પરિવાર સાથે હળીમળી રહેવા. આનંદિત રહેવા. અને રોજ એક ભલાઈ નું કામ કરી બીજાને ઉપયોગી થવા નો વિચાર દર્શાવ્યો હતો..સમગ્ર કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાના કાર્યકર શ્રી હીનાબેન તથા રમેશભાઈ એ સંભાળ્યું હતું.

Related Posts