તલગાજરડા ખાતે પૂ.મોરારીબાપુ દ્વારા રાજ્યના 36 શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ થશે
આગામી મકરસંક્રાંતિના દિવસે તલગાજરડાની શાળામાં યોજાનાર ખાસ કાર્યક્રમમાં શિક્ષકોની વિશાળ હાજરીમાં ગૌરવવંતો એવોર્ડ એનાયત થશે
તલગાજરડા ખાતે આવેલ નવનિર્મિત કેન્દ્રવર્તી શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ પણ થશે
———————————–
કુંઢેલી, તા. 8 ગુરુવાર
મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે પૂજ્ય મોરારીબાપુ દ્વારા આગામી તા. 14 ને બુધવારના (મકરસંક્રાંતિ) રોજ સવારના 9 કલાકે રાજ્યના શ્રેષ્ઠ અને પ્રતિભાવંત પ્રાથમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક ચિત્રકૂટ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ કરાયેલા 36 શ્રેષ્ઠ શિક્ષકોને તેમની શ્રેષ્ઠ તેમજ નમૂનેદાર કામગીરી માટે સન્માનિત કરવામાં કરવામાં આવશે. રાજ્યના દરેક જિલ્લામાંથી એક તેમજ નગરપાલિકા વિસ્તારમાંથી એમ કુલ મળીને 36 પ્રાથમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ વડે આ દિવસે નવાજવામાં આવશે.
આ કાર્યક્રમમાં શિવકુંજ આશ્રમ અધેવાડાના સંત પૂ. સીતારામબાપુ તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહેશે.
આ દિવસે સમગ્ર મહુવા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોનું એક શૈક્ષણિક અધિવેશન પણ સાથોસાથ યોજાયું છે. સાથોસાથ આ દિવસે મહુવા તાલુકાના વય નિવૃત્ત થતા શિક્ષક ભાઈ- બહેનોને વિદાય સન્માન પણ આપવામાં આવનાર છે.
મહુવા તાલુકાના તલગાજરડાની પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ યોજાશે. રાજ્યની પ્રાથમિક શાળાના ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગાંધીનગરના પ્રમુખ મહામંત્રી તેમજ હોદ્દેદારો હાજર રહેશે.
સને 2000 ની સાલથી પ્રારંભાયેલા અને પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ખૂબ ગૌરવંતા ગણાયેલા પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડનો આ સળંગ 26 મો અવસર છે.
કાર્યક્રમની સફળતા માટે મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ સાથી શિક્ષકો કામગીરી બજાવી રહ્યા છે.
જેઆ દિવસે તલગાજરડા ગામમાં આવેલ નવનિર્મિત પ્રાથમિક કેન્દ્રવર્તી શાળાનું પૂ.મોરારીબાપુના વરદ્ હસ્તે લોકાર્પણ થશે.
આ કાર્યક્રમ માટે કૈલાશ ગુરુકુળ મહુવાના જયદેવભાઈ માંકડ, રસિકભાઈ અમીન, મહુવા તાલુકકા પ્રા .શિ.સંઘના પ્રમુખ મનુભાઈ શિયાળ, મહામંત્રી જગદીશભાઈ કાતરીયા, તલગાજરડા કે.વ . શાળાના આચાર્ય ટાંકભાઈ સહિતના જહેમતી ભૂમિકા નિભાવી રહ્યા છે.
સને. 2025 ના વર્ષ માટે પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકો આ પ્રમાણે છે :
(૧) સુશ્રી કલ્પનાબેન પુન્યાભાઈ માહલા
ઉપશિક્ષકશ્રી, ગોંડલવિહીર પ્રાથમિક શાળા, તા.આહવા, જિ.ડાંગ.
(૨) શ્રી દિગ્વિજયસિંહ રમણલાલ ઠાકોર
ઉપશિક્ષકશ્રી, કાકડમટી પ્રાથમિક શાળા, તા.જિ.વલસાડ.
(૩) સુશ્રી માલવિકાબેન નારણભાઈ પટેલ
ઉપશિક્ષકશ્રી, કલિયારી પ્રાથમિક શાળા, તા.ચીખલી, જિ.નવસારી.
(૪) શ્રી ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલ
મુખ્ય શિક્ષકશ્રી, કોબા પ્રાથમિક શાળા, તા.ઓલપાડ, જિ.સુરત.
(૫) શ્રી તુષારકુમાર જનકકુમાર ભટ્ટ
ઉપશિક્ષકશ્રી, પટેલ ફળીયું પ્રાથમિક શાળા, ઘોડા, તા.ઉકાઈ, જિ.તાપી.
(૬) સુશ્રી રામીબેન દેવસીભાઈ ઝાલા
ઉપશિક્ષકશ્રી, જુના નેત્રંગ પ્રાથમિક શાળા, તા.નેત્રંગ, જિ.ભરૂચ.
(૭) શ્રી પ્રશાંતકુમાર શંકરભાઈ ચૌહાણ
ઉપશિક્ષકશ્રી, જીઓર પાટી પ્રાથમિક શાળા, તા.નાંદોદ, જિ.નર્મદા.
(૮) સુશ્રી સ્વીટીબેન રમેશકુમાર ધાણધારા
ઉપશિક્ષકશ્રી, ઈટોલા કૃષિ પ્રાથમિક શાળા, તા.જિ.વડોદરા.
(૯) શ્રી દિનેશભાઈ વિરસીંગભાઈ રાઠવા
સીઆરસી કો.ઓર્ડિનેટર, ધંધોડા, તા. જિ.છોટાઉદેપુર.
(૧૦) શ્રી નવીનભાઈ બકોરભાઈ પટેલ
ઉપશિક્ષકશ્રી, માસરા પ્રાથમિક શાળા, તા.ઠાસરા, જિ.ખેડા.
(૧૧) સુશ્રી તેજલબેન અશ્વિનકુમાર જાની
ઉપશિક્ષકશ્રી, જહાંગીરપુર હાડગુડ પ્રા.શાળા, તા.જિ.આણંદ.
(૧૨) શ્રી વિજયકુમાર કાંતિલાલ પટેલ
મુખ્ય શિક્ષકશ્રી, તેલાવ તેલાવ શાળા, તા.સાણંદ, જિ.અમદાવાદ.
(૧૩) શ્રી અનિલકુમાર કાંતિલાલ પ્રજાપતિ
ઉપશિક્ષકશ્રી, પરબતપુરા પ્રાથમિક શાળા, તા.માણસા, જિ.ગાંધીનગર.
(૧૪) શ્રી પ્રવિણચંદ્ર બાબુભાઈ પટેલ
ઉપશિક્ષકશ્રી, પાનેલાવ પ્રાથમિક શાળા, તા.હાલોલ, જિ.પંચમહાલ.
(૧૫) શ્રી હેમાંગકુમાર રમેશચંદ્ર પટેલ
મુખ્ય શિક્ષકશ્રી, નપાણિયા લાડવેલ કેન્દ્રવર્તી પ્રા. શાળા, તા.લુણાવાડા જિ મહીસાગર
(૧૬) શ્રી પ્રતાપસિંહ નરસિંગભાઈ મૈડા
ઉપશિક્ષકશ્રી, સુરા ડુંગરી ફ. વર્ગ પ્રા.શાળા, કાંટુ, તા.ધાનપુર, જિ.દાહોદ.
(૧૭) શ્રી સુભાષભાઈ વીરજીભાઈ ગોપાત
ઉપશિક્ષકશ્રી, પીપલોટી પ્રાથમિક શાળા, તા.વિજયનગર, જિ.સાબરકાંઠા.
(૧૮) શ્રી યોગેશકુમાર નરેન્દ્રભાઈ પંડયા
ઉપશિક્ષકશ્રી, બાંઠીવાડા જૂથ પ્રાથમિક શાળા, તા. મેઘરજ, જિ.અરવલ્લી.
(૧૯) શ્રી ભરતકુમાર શંકરલાલ પટેલ
મુખ્ય શિક્ષકશ્રી, ઈન્દિરાનગર (બા) પ્રા.શાળા, મું.પો.બાલસાસણ, તા. જોટાણા જિ મહેસાણા
(૨૦) શ્રી નિલેશકુમાર શંકરલાલ પટેલ
ઉપશિક્ષકશ્રી, ધારપુરી પ્રાથમિક શાળા, તા. ચાણસ્મા, જિ.પાટણ.
(૨૧) શ્રી ડૉ. વિનોદકુમાર રણછોડજી બારોટ
ઉપશિક્ષકશ્રી, ઉત્તમપુરા તીર્થ અનુપમ પ્રા.શાળા, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા
(૨૨) સુશ્રી ઉષ્માબેન પ્રતિમભાઈ શુકલ
ઉપશિક્ષકશ્રી, ભુજોડી પંચાયતી પ્રા.શાળા, તા.ભુજ, જિ.કચ્છ.
(૨૩) શ્રી દિનેશભાઈ ગટોરભાઈ વાઘેલા
ઉપશિક્ષકશ્રી, સાયલા પે સેન્ટર શાળા નં.૧, મું.પો.તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર
(૨૪) શ્રી સંજયભાઈ ચંદુભાઈ વેકરિયા
મુખ્ય શિક્ષકશ્રી, મોટા ગુંદાળા પ્રાથમિક શાળા, તા.જેતપુર, જિ.રાજકોટ.
(૨૫) સુશ્રી હેતલબેન કાંતિલાલ સોલંકી
ઉપશિક્ષકશ્રી, મેઘપર (ઝાલા) પ્રાથમિક શાળા, તા.ટંકારા, જિ.મોરબી.
(૨૬) શ્રી શૈલેન્દ્રસિંહ રઘુભા ગોહિલ
ઉપશિક્ષકશ્રી, ધ્રુપકા પ્રાથમિક શાળા, તા.સિહોર, જિ.ભાવનગર.
(૨૭) શ્રી દિલીપકુમાર જેસાભાઈ સોલંકી
ઉપશિક્ષકશ્રી, નાના પાળિયાદ પરા પ્રાથમિક શાળા, તા.જિ.બોટાદ.
(૨૮) શ્રી મધુભાઈ કાથડભાઈ બોરીચા
મુખ્ય શિક્ષકશ્રી, કોટડા પીઠા પ્લોટ પ્રાથમિક શાળા, તા.બાબરા, જિ. અમરેલી.
(૨૯) સુશ્રી કિંજલબેન દેવચંદભાઈ રાઠોડ
ઉપશિક્ષકશ્રી, વડીયા પે સેન્ટર શાળા, તા.માળિયા (હાટીના), જિ.જુનાગઢ.
(૩૦) સુશ્રી જ્યોત્સનાબેન નાથાભાઈ પટોળિયા
ઉપશિક્ષકશ્રી, ઊના કુમાર શાળા નં.૧, મું.પો.તા.ઊના, જિ.ગીરસોમનાથ.
(૩૧) સુશ્રી સંગીતાબેન કરસનભાઈ મોઢવાડિયા
મુખ્ય શિક્ષકશ્રી, જપર સીમ શાળા, રાણાવાવ, મું.પો.તા.રાણાવાવ, જિ.પોરબ
(૩૨) શ્રી છગનલાલ પ્રાગદાસભાઈ નિમાવત
મુખ્ય શિક્ષકશ્રી, પસાયા તાલુકા શાળા, તા.જિ.જામનગર.
(૩૩) શ્રી રાણસીભાઈ લક્ષ્મણભાઈ ગઢવી
મુખ્ય શિક્ષકશ્રી, શક્તિનગર તાલુકા શાળા નં.૫, તા.ખંભાળિયા, જિ.દેવભૂમિ
(૩૪) શ્રી છોગાભાઈ ત્રિકમાજી પટેલ
મુખ્ય શિક્ષકશ્રી, ખોડા પગાર કેન્દ્ર શાળા, તા.થરાદ, જિ.વાવ-થરાદ.
(૩૫) શ્રી જીગરકુમાર અશોકકુમાર ઠાકર
મુખ્ય શિક્ષકશ્રી, કવિ દુલા કાગ પ્રાથમિક શાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ_વડોદરા
(૩૬) સુશ્રી સોનલબેન પ્રફુલભાઈ રાવલ
ઉપશિક્ષકશ્રી, ઘાટલોડિયા પ્રાથમિક શાળા નં.૩, મહાનગરપાલિકા – અમદાવાદ


















Recent Comments