હાલ સાવરકુંડલા નગરપાલિકા સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ શહેરને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવાના સોણલાં સાથે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા નગરપાલિકા બોડી ચીફ ઓફિસર સમેત સમગ્ર કર્મચારીગણ દ્વારા શહેરની સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ વોર્ડ નંબર પાંચ ખાતે આવેલ નાગનાથ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી અમુક વિસ્તારમાં પાણીની લાઇનના વાલ્વ જૂના પુરાણા થઈ જતાં આ વાલ્વ જીઈબી વિભાગ દ્વારા એક અડચણરૂપ વીજ પોલ દૂર ખસેડતાં જાહેર રસ્તાના વચ્ચે આવી જતાં હોય તેને યોગ્ય સ્થાને સ્થળાંતરિત કરવામાં આવેલ.આ કામગીરી દરમિયાન આ વિસ્તારના વાલ્વમેન રામભાઈ સતત હાજર રહી આ કામગીરીમાં સહયોગ આપતાં જોવા મળેલ. તો આ કામગીરી ચાલતી હતી ત્યારે આ વિસ્તારના રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને વાલ્વને નડતરરૂપ ન બને તેવી યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને આ બદલ આ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ નાગનાથ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા પાણીની લાઇનના નવા વાલ્વ મૂકી યોગ્ય જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવેલ


















Recent Comments