અમરેલી

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત અમરેલીનાં સંતોનું પ્રભાસ તીર્થ તરફ પ્રસ્થાન જીલ્લા ભાજપ પ્રમુખ કાનાણીએ આપી લીલી ઝંડી

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર ઈ.સં. ૧૦૨૬મા વિદેશી વિધર્મી આક્રાંતાઓ દ્વારા મંદિર ધ્વંસ
કરી લુંટ કરવામાં આવેલ. જેને એક હજાર વર્ષ પુરા થયાં છે ત્યારે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી લુંટ ચલાવનારનું
બધું લુંટાઈ ગયું અને સોમનાથ મંદિર આજે પણ અડીખમ ઉભું છે.
હિન્દુઓની આસ્થા પર પ્રહારની નહીં ભૂલવા જેવી ઘટના અંતર્ગત “સોમનાથ સ્વાભિમાન પર્વ” યોજાયેલ હોય,
આગામી બે દિવસ દેશનાં યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી પણ સોમનાથ આવી રહ્યાં છે. આ નિમિત્તે
સોમનાથ મહાદેવનાં પટાંગણમાં પ્રાંત-પ્રદેશનાં વંદનીય સાધુ-સંતોની વિશાળ શોભાયાત્રા નીકળવાની છે ત્યારે
અમરેલી જીલ્લાનાં સંતો પણ આ ઐતિહાસિક રવેડીમાં સામેલ થવા જઈ રહ્યાં છે.
આ પરગણાના સાધુ-સંતોની બસને અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીએ લીલી ઝંડી
આપી પ્રસ્થાન કરાવેલ. રાજમહેલ પટાંગણમાં બિરાજમાન નાગદેવતા મંદિર ખાતેથી “હર હર મહાદેવ” “જય સોમનાથ”
નાદ સાથે સંતો રવાના થયાં હતાં.
જેમાં સંત મંડળનાં ૧૦૦૮ મહા મંડલેશ્વર શ્રી સિદ્ધરામદાસબાપુ (આનંદ આશ્રમ, કરમદડી), શ્રી
શિવમદાસબાપુ (રિકડિયા), શ્રી હાર્દિકગીરીબાપુ (અમરેલી), શ્રી ચોમરગીરીમાતા, શ્રી રામેશ્વરગીરી માતાજી
(પાડરશિંગા) સહિત બહોળી સંખ્યામાં સાધુ-સંતોએ રવેડીમાં ભાગ લેવા પ્રભાસ તીર્થ તરફ પ્રસ્થાન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપનાં મેહુલભાઈ ધોરાજીયા, રાજુભાઈ ભુતૈયા, મહેન્દ્રભાઈ ચાવડા, વિશ્વ હિન્દુ
પરિષદના દિલીપ સિંહ પરમાર, સાધુ સમાજનાં ધર્મેનગીરી ગોસ્વામી, પ્રકાશ ગીરી ગોસાઈ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts