ભાવનગર

વાયબ્રન્ટ ગુજરાતમાં ભારત પોલીપ્લાસ્ટને એમ.એસ.ઈ. એવોર્ડ મળતા ભાવનગર જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાશે

આગામી તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વાયબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સ (સૌરાષ્ટ્ર
અને કચ્છ) અંતર્ગત MSME Conclave માં રાજકોટ ખાતે મે. ભારત પોલીપ્લાસ્ટ ને ભાવનગર જિલ્લામાંથી
માઇક્રો યંગ એન્ટરપ્રિન્યોર કેટેગરીમાં જનરલ MSE એવોર્ડ પ્રથમ વખત મળનાર છે.
સ્થાનિક ઔદ્યોગિક સમુદાય માટે ગૌરવની ક્ષણમાં, ઉચ્ચ ગુણવત્તાની પ્લાસ્ટિકના દોરી દોરડાના
અગ્રણી ઉત્પાદક એકમ ભારત પોલીપ્લાસ્ટ ને ભાવનગર જિલ્લામાંથી માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે યંગ
એન્ટરપ્રિન્યોર કેટેગરીમાં જનરલ એમ.એસ.ઈ. (MSE) એવોર્ડ પ્રથમ વખત મળનાર છે.
આ એવોર્ડ યુનિટના માલિક શ્રી પરેશભાઈ રામજીભાઇ ખોડીફાડના દૂરંદેશી નેતૃત્વ હેઠળના
અસાધારણ પ્રદર્શન, સમર્પણ અને વૃદ્ધિને માન્યતા આપે છે. ભાવનગરમાં સ્થાપિત આ એન્ટરપ્રાઇઝે
પ્લાસ્ટિકના ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે અને વિસ્તારના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન
આપ્યું છે.

શ્રી પરેશભાઈ રામજીભાઇ ખોડીફાડ એ જણાવ્યું હતું કે આ સફળતાનું શ્રેય જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,
ભાવનગરના અમૂલ્ય માર્ગદર્શન અને સમર્થનને આપે છે. તેમણે ખાસ આભાર વ્યક્ત કર્યો છે શ્રી એસ.બી.
ભાટીયા, જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગર તેમજ શ્રી કે.આર. દેસાઇ, ઉદ્યોગ
અધિકારીશ્રીનો, જેમના માર્ગદર્શન અને સહાયથી વ્યવસાયનો વિસ્તાર કરવામાં અને આ સિદ્ધિ હાંસલ
કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
“આ એવોર્ડ અમારી ટીમની મહેનત અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સતત સમર્થનનું પરિણામ છે. અમે
વધુ વૃદ્ધિ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.” એમ શ્રી પરેશભાઈ
રામજીભાઇ ખોડીફાડ એ જણાવ્યું હતું.

Related Posts