ભાવનગર

ભાવનગરમાં ખેલ મહાકુંભ ૨૦૨૫ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.૧૬ થી તા.૧૯ જાન્યુઆરી દરમિયાન યોજાશે

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ
ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,
ભાવનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્યકક્ષાની ટેબલ-ટેનિસ અં. ૧૧, અં. ૧૪ અને અં. ૧૭
જૂથની ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સિદસર
રોડ, ભાવનગર ખાતે તા. ૧૬-૦૧-૨૦૨૬ થી ૧૯-૦૧-૨૦૨૬ દરમ્યાન થનાર છે.
અં.૧૧ ના ભાઈઓ-બહેનો માટે રિપોર્ટિંગ તા.૧૬-૦૧-૨૦૨૬ ના રોજ સાંજે ૪ કલાકથી ૮ કલાક સુધીનો
રહેશે. તા. ૧૭-૦૧-૨૦૨૬ એ સવારે ૯ કલાકે સિંગલ્સ ઇવેન્ટમાં સ્પર્ધા યોજાશે.
અં.૧૭ ના ભાઈઓ-બહેનો માટે રિપોર્ટિંગ તા.૧૭-૦૧-૨૦૨૬ ના રોજ સાંજે ૪ કલાકથી ૮ કલાક સુધીનો
રહેશે. તા. ૧૮-૦૧-૨૦૨૬ એ સવારે ૯ કલાકે સિંગલ્સ ઇવેન્ટમાં સ્પર્ધા યોજાશે.
અં.૧૪ ના ભાઈઓ-બહેનો માટે રિપોર્ટિંગ તા. ૧૮-૦૧-૨૦૨૬ ના રોજ સાંજે ૪ કલાકથી ૮ કલાક સુધીનો
રહેશે. તા.૧૯-૦૧-૨૦૨૬ એ બપોરે ૧૨ કલાકે સિંગલ્સ ઇવેન્ટમાં સ્પર્ધા યોજાશે.
તમામ વયજુથ માટે રિપોર્ટિંગ કરવા માટેનું સ્થળ સરદાર પટેલ રમત સંકુલ (સ્પોર્ટ્સ હોસ્ટેલ) , સિદસર રોડ,
ભાવનગર તથા સ્પર્ધા માટેનું સ્થળ મલ્ટી પર્પઝ હૉલ ઈન્ડોર હોલ, સરદાર પટેલ રમત સંકૂલ, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર

સિદસર રોડ, ભાવનગર રહેશે. સ્પર્ધા અંગેની ખાસ સૂચનાઓ ધ્યાનમાં લેવી જરૂરી છે તેમ જિલ્લા રમત વિકાસ
અધિકારીશ્રીની યાદીમાં જણાવેલ છે.

Related Posts