અમરેલી

સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયું ‘સોમનાથ સ્વાભિમાન

સોમનાથ મહાદેવ મંદિરના અખંડ સ્વાભિમાન અને આસ્થાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક
અવસરે સમગ્ર રાજ્યમાં ભક્તિમય ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત સાવરકુંડલા શહેર ભારતીય જનતા
પાર્ટી પરિવાર દ્વારા શ્રી રિદ્ધિ-સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતે શિવ પ્રસન્નાર્થે ભવ્ય ‘લઘુરુદ્ર યજ્ઞ’
તથા મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ
ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
સાવરકુંડલા શહેર ભાજપ પરિવાર દ્વારા આ પ્રસંગે જણાવાયું હતું કે, “સોમનાથ મંદિર આપણી
અસ્મિતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. ૧૦૦૦ વર્ષના સંઘર્ષ બાદ પણ અડગ રહેલી આપણી આસ્થાની
યાત્રાને વધાવવા અને નવી પેઢીને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરવાના ઉમદા હેતુથી
આ આયોજન કરવામાં આવ્યું હતું.”
આ કાર્યક્રમના પ્રારંભે સવારથી જ શિવાલયમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર યજ્ઞની વિધિ શરૂ
કરવામાં આવી હતી. હોમ અને શિવભક્તિથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું. ધારાસભ્યશ્રી,
ભાજપના અગ્રણીઓ અને ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાન ભોળાનાથની ભવ્ય મહાઆરતી
ઉતારવામાં આવી હતી.

આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર વિસ્તારની સુખ-
શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.આ પાવન અવસરે સાવરકુંડલા શહેર તેમજ તાલુકાની
ધર્મપ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના કાર્યકરો અને સામાજિક
અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી

Related Posts