ભાવનગર

ઉત્તરાયણ તહેવાર દરમ્યાન પક્ષીઓની સલામતી હેતુસર ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

આગામી સમયમાં આવનાર મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન પતંગ ચગાવવા માટે વાપરવામાં આવતા
ચાઇનીઝ માંજાના કારણે પક્ષીઓ દોરીથી ઘાયલ થવાના, મૃત્યુ પામવાના બનાવો બને છે. જે નિવારવા ચાઈનીઝ
તુક્કલ/લેન્ટર્ન, ચાઇનીઝ લોન્ચર તથા પતંગ ઉડાડવા/ચગાવવાના હેતુથી ચાઈનીઝ માંઝા, glass coated nylon
thread, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરી, નાયલોન થ્રેડ દોરી જેવી પ્રતિબંધિત સાધન સામગ્રીના ઉત્પાદન,
ઉપયોગ, વેચાણ તથા સંગ્રહ ઉપર પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
ઉત્તરાયણના તહેવારમાં લોકો સાંજના સમયે ફટાકડા ફોડી તહેવારની મજા માણતા હોય છે. કટાકડાના
અવાજથી ડરીને પક્ષીઓ ઉડતા હોય છે. જે પક્ષીઓ માટે પ્રાણઘાતક અને ખતરારૂપ બને છે. જેથી ઉત્તરાયણના આ
દિવસોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા નાયબ વન સંરક્ષકશ્રી, ભાવનગર વન
વિભાગ ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ સત્તાની રૂઈએ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી , ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, ભાવનગર શહેર તથા જિલ્લામાં પક્ષીઓની
સલામતી અને સુરક્ષા માટે ઉત્તરાયણના તહેવાર દરમ્યાન તા.૧૩/૦૧/૨૦૨૬ થી તા.૧૫/૦૧/૨૦૨૬ સુધી ફટાકડા
ફોડવા પર પ્રતિબંઘ રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર
થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ
અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

Related Posts