રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજના હેઠળ ભાવનગર જિલ્લાના
ફરીયાદકા ગામના જન્મજાત હ્રદયરોગથી પીડિત બાળક કુલદીપને સમયસર નિદાન, યોગ્ય સેવા અને
નિઃશુલ્ક ઉચ્ચ કક્ષાની સારવાર થકી નવી જિંદગી પ્રાપ્ત થઈ છે.
ભાવનગર જિલ્લાના ફરીયાદકા ગામના કુલદીપ રવિભાઇ મકવાણાનો જન્મ તા.૦૬/૦૫/૨૦૨૦ ના
રોજ થયો હતો. આ બાળકના માતા-પિતા છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે, તેમના આખા
પરિવારની વાર્ષિક કુલ આવક રૂ. ૬૪,૦૦૦/- છે. રવિભાઇ મકવાણાના પુત્ર કુલદીપને જન્મજાત
હ્રદયરોગની બીમારી હોવાની જાણ થતાં તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ આર.બી.એસ.કે ટીમે લીધેલી
આંગણવાડીની મુલાકાત દરમિયાન થઈ હતી. તેની તપાસ દરમિયાન બાળકને શ્વાસ ચડવો, વધુ પરસેવો
થવો તેમજ ચાલવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
આ બાળકની નિયમિત તપાસ અને ફોલોઅપ આર.બી.એસ.કે ટીમ દ્વારા લેવામાં આવ્યું અને
પ્રાથમિક તબક્કામાં દવાઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી. આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર ડૉ. રવિ
ગોહિલ, ડૉ. દીપલ દવે તથા તેમની ટીમ દ્વારા આ બાળકને વધુ સારવાર માટે તાત્કાલિક DEIC વિભાગ,
સર ટી હોસ્પિટલ ભાવનગર ખાતે રીફર કરવામાં આવ્યો. સર ટી હોસ્પિટલ ખાતે વધુ તપાસ દરમિયાન
બાળકના હ્રદયમાં કાણું તથા વાલ્વની તકલીફ હોવાનું નિદાન થતાં આગળની સારવાર માટે અમદાવાદની
યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું. અને તા.૨૧/૦૭/૨૦૨૫ના રોજ યુ.એન.મહેતા
હોસ્પિટલ, અમદાવાદ ખાતે બાળક કુલદીપના હ્રદયનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બાળકની તબિયત સારી રહેતા તા.૨૬/૦૭/૨૦૨૫ના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં
આવી હતી.
ત્યારબાદ બાળક કુલદીપનું નિયમિત ફોલોઅપ અમદાવાદ ખાતે કરાવવામાં આવતુ હતું. તા.
૨૧/૦૮/૨૦૨૫ના ફોલોઅપ દરમિયાન બાળક કુલદીપ સંપૂર્ણ સ્વસ્થ અને ફિટ હોવાનું તબીબોએ જણાયું
છે.
આર.બી.એસ.કે યોજના અંતર્ગત બાળક કુલદીપના રોગની સમયસર ઓળખ, યોગ્ય સેવા, સતત
ફોલોઅપ અને નિઃશુલ્ક વિશેષ સારવારનું ઉત્તમ ઉદાહરણ છે, જેના કારણે આર્થિક રીતે નબળા પરિવારના
બાળકને સ્વસ્થ જીવન મળ્યું છે અને તેના પરિવારને નવી આશા, અપેક્ષા અને અરમાનો બંધાયા છે.


















Recent Comments