ભાવનગર

ગણેશ શાળા ટીમાણા ખાતે રવિવારે નિશુલ્ક નેત્રદાન કેમ્પ યોજાશે

 રણછોડ દાસજી બાપું ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર-નિદાન કેમ્પ ગણેશ શાળા  ટીમાણા તા.તળાજાજિભાવનગર) ખાતે તા: ૧૧-૦૧-૨૦૨૬ (રવિવાર) ના રાખવામાં આવેલ છે. જેમા જરૂરિયાત વાળા દર્દીની આંખની તપાસ તથા મોતિયા વાળા દર્દીને રાજકોટ સ્પેશલ વાહન દ્વારા લઇ જઇ ઓપરેશન કરી આપવામાં આવે છે.

            આ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરીયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં રાજકોટ લઇ જઇ. આધુનુક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તથા વિનામુલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. (નોંધ- દર્દીએ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે લાવવાની રહેંશે.)

Related Posts