શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં
ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ
અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી
માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ વી.એમ.કોલાદરા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન
હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ
દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૩૩૨૫૧૧૩૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૮(૪) મુજબના કામે
છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપી બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મળતા
રાજકોટ મુકામે તપાસ તજવીજ કરી નાસતા ફરતા આરોપીને તા.૦૬/૦૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર, કાલાવાડ રોડ,
ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ અમરેલી સિટી પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.
વિગતઃ- આ કામે અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૩૩૨૫૧૧૩૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૮(૪)
મુજબના ગુન્હાના કામે આશરે બે માસ પહેલા આ કામના ફરીયાદીએ ગોલ્ડ લોન છોડાવવાની જાહેરાત આપેલ હોય જેથી
ફરીયાદીનો સંપર્ક કરી મજકુર આરોપીએ ગોલ્ડ લોન પુનાવાલા ફીનકોર્પ બેન્કમાથી છોડાવવા માટે પુનાવાલા ફીનકોર્પ
બેન્કના એકાઉન્ટમા ફરીયાદી પાસેથી રૂ.૨,૩૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવી તેમજ રૂ.૫૫,૦૦૦/- પોતાના ખાતામા જમા કરાવી
બેન્કમા રહેલ ઘરેણા છોડાવવા જવાનુ કહી બેન્ક પાસે ફરી.ને ઉતારી પોતાનુ મો.સા. એકટીવા લઇ જઇ રકમ રૂ.૨,૮૫,૦૦૦/-
ની છેતરપીંડી કરી ગુન્હો કર્યા વિ. બાબતે ગુન્હો. રજી. થયેલ હોય જે કામે આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો.
પકડાયેલ આરોપી:- હીમાંશુ નીતેષભાઇ પરમાર ઉ.વ.૨૩ ધંધો-પ્રા.નોકરી રહે.અમરેલી, ચકકરગઢ રોડ,
અમૃતનગર શેરી નં.૩ હાલ રહે. રાજકોટ, કેકેવી સર્કલ, જગન્નાથ ચોક મહાપુજા પીજી હોસ્ટેલઆ કામગીરી શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્વયે તથા શ્રી વી.એમ.કોલાદરા
પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી,
એ.એસ.આઇ. કે.જે.બેરા તથા હેડ કોન્સ. ગોવિંદભાઇ નગવાડીયા, પરેશભાઇ સોંધરવા એ રીતેના જોડાયેલ હતા.
અમરેલી સિટી પો.સ્ટે. છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી


















Recent Comments