પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પરમ પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં તા.૨૧-૦૧-૨૬ થી તા.૨૫-૦૧-૨૬ દરમ્યાન યોજાનાર શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યોની સાથે સાથે માનવસેવાના મહાયજ્ઞ સમા નીચે ચાર મેડિકલ કેમ્પોનું પણ સુચારું આયોજન સાંદીપનિ વિદ્યાનિકેતનના પરિસરમાં કરવામાં આવી રહ્યું છે.
૧. દંત ચિકિત્સા કેમ્પ :- શ્રી લાભુભાઈ શુક્લ મેમોરિયલ ટ્રસ્ટ ગૌરીદળના અત્યંત સેવાભાવી દંત વૈદ્ય હર્ષદભાઈ જોશી, દંત વૈદ્ય સરોજબહેન જોશી અને ટીમ દ્વારા જાલંધર બંધ યોગ પદ્ધતિ થી દંતયજ્ઞ તારીખ ૨૧/૦૧/૨૬ થી તારીખ ૨૫/૦૧/૨૬ સુધી સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી સાંદીપનિ વિદ્યાનિકેતન પરિસરમાં સંપન્ન થશે.
(૨) કિડનીને લગતા રોગોનો નિદાન કેમ્પ (યુરોલોજી તેમજ નેફ્રોલોજી):-
રાજકોટની લબ્ધપ્રતિષ્ઠિત યુરોકેર હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા તારીખ ૨૪/૦૧/૨૬ શનિવાર ના રોજ સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી કેમ્પ સંપન્ન થશે.
(૩) એન્ડોક્રાઇનોલોજી કેમ્પ (અંતઃસ્ત્રાવી ગ્રંથિને લગતા રોગો જેવા કે ~ડાયાબિટીસ વગેરે દર્દોનો નિદાન કેમ્પ):- અમદાવાદના સિનિયર મોસ્ટ અને સેવાભાવી ડો. વિવેક આર્ય અને તેમની ટીમ દ્વારા તારીખ ૨૪/૦૧/૨૬ શનિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી સંપન્ન થશે.
(૪) કેન્સર જનજાગૃતિ તથા નિદાન કેમ્પ:-
રાજકોટની શાશ્વત હોસ્પિટલના નિષ્ણાંત કેન્સરના દર્દોના ફિઝિશિયન, સર્જન તેમજ હિમેટોલોજિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા તારીખ ૨૪/૦૧/૨૬ ને શનિવારે સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી સંપન્ન થશે.
ઉપરોક્ત તમામ કેમ્પ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે યોજાયેલ છે
સૌ લાભાર્થીઓને વિશેષ જણાવવાનું કે દર્દીઓને વહેલા તે પહેલાના ધોરણે તપાસવામાં આવશે અગાઉથી નામ લખાવવાની જરૂર નથી કેમ્પ દરમિયાન લાભાર્થી દર્દીઓની શારીરિક તપાસ ઉપરાંત જરૂર પ્રમાણેની તમામ લેબોરેટરી તપાસ, ઈ.સી.જી (કાર્ડિયોગ્રામ), એક્સ~રે, સોનોગ્રાફી, સી.ટી. સ્કેન વગેરે પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને પાંચ દિવસની દવાનો કોર્સ પણ કેમ્પના સ્થળ પરથી જ વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે. આ કેમ્પ વિશેની વધુ માહિતી માટે કેમ્પ કો -ઓર્ડીનેટર: ડો. સુરેશ ગાંધી તથા ડો. ભરત ગઢવી મો. 8866282208 નો સંપર્ક કરવો.


















Recent Comments