આંબરડી સ્થિત શ્રી માધ્યમિક શાળા, આંબરડી ખાતે વિદ્યાર્થીઓમાં રસોઈ કળા, પોષણ જાગૃતિ તથા વ્યવહારુ જ્ઞાન વિકસે તે હેતુસર એક રસોઈ શોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સરળ, સ્વચ્છ અને પોષક વાનગીઓ બનાવવાની કળા રજૂ કરી. રસોઈ શોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતાનો પરિચય આપ્યો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, પોષણ અને સમય વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. રસોઈ શો ના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષકો શ્રી જતીનભાઈ ઉપાધ્યાય, પ્રકાશભાઈ માધડ ,રેખાબેન ઠુમ્મર અને ઇલાબેન વાળાએ સેવા બજાવી હતી.
શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમિત્રોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું. રસોઈ શોએ શાળામાં આનંદ અને ઉત્સાહભર્યું વાતાવરણ સર્જ્યું.શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિપકભાઈ માલાણીએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.
અંતે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા અને કાર્યક્રમનું સફળ સમાપન થયું.


















Recent Comments