ગુજરાતના શિક્ષણ જગતમાં સૌથી મોટો શિક્ષકોનો સન્માન સમારંભ આગામી 11 જાન્યુઆરી રવિવારના રોજ પાલનપુરની સ્કૂલ ઓફ સાયન્સ ખાતે યોજાઈ છે. આ કાર્યક્રમ ગુજરાતના શિક્ષણ જગતને ગુણવત્તાયુક્ત બનાવવા અને રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલ, રાષ્ટ્રીય અભ્યાસક્રમની માર્ગદર્શિકાનો અમલ તથા જોય વીથ લર્નિંગનું દ્ઢીકરણ વગેરે માટે આ કાર્યક્રમ મહત્વનો બની રહેવાનો છે.જેમા અનેક પુસ્તકોના વિમોચન તથા 2525 શિક્ષક ભાઈ બહેનોનું સન્માન થનાર છે.ગુજરાતના 33 જિલ્લાના શાળા શિક્ષણ સાથે જોડાયેલાં સૌ શિક્ષકો તેમાં ભાગ લઈ હિસ્સો બનશે.
કાર્યક્રમના સંયોજક નોલેજવેલી ફાઉન્ડેશનના શ્રી અપૂર્વભાઈ ગુર્જરે જણાવ્યું કે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં કંઈક નાવીન્યપૂર્ણ કાર્ય કરવાના હેતુથી અને સૌને એક વિશેષ તક, પ્લેટફોર્મ પૂરું પાડવા અમો આ ઈવેન્ટનું આયોજન કરી રહ્યા છીએ.જેમાં ગુજરાતના શિક્ષણ જગત સાથે જોડાયેલા વિશેષ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે.
કાર્યક્રમમાં પુ. ચીનુભારતી મહારાજની આશિર્વાદક ઉપસ્થિતિ રહેશે.આ ઉપરાંત શિક્ષણ મંત્રીઓ સર્વશ્રી પ્રદ્યુમન વાજા અને રિવાબા જાડેજાની પણ હાજરી રહેવાની છે. બનાસકાંઠા જિલ્લાના મંત્રીશ્રીઓ સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણભાઈ માળી પણ મુખ્ય મહેમાન પદે હાજર રહેશે. ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વાવ/ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના વિવિધ અધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન સ્કૂલ ઓફ સાયન્સ અમદાવાદ પાલનપુર હાઇવે દ્વારા થઈ રહ્યું છે.


















Recent Comments