ભાવનગર

ભાવનગર 26 જાન્યુઆરી થી શિશુવિહાર પ્રાંગણ માં બીજો સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમ શરૂ થશે

ભાવનગર 26 જાન્યુઆરી થી શિશુવિહાર પ્રાંગણ માં બીજો સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમ શરૂ થશે 65 વર્ષથી વધુ વય ધરાવતા  નાગરિકો પોતાના જીવનમાં  તંદુરસ્ત, શરીરથી અને મનથી સ્વસ્થ રહે. આનંદિત રહે .તે પ્રકારની શારીરિક, માનસિક અને ક્રિયાત્મક પ્રવૃત્તિ સાથેના 40 દિવસના આ કાર્યક્રમ માં  30  વડીલોને  વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. જેઓ એ પ્રત્યેક ગુરુ અને શુક્ર સાંજે 5:00 થી 7:30 માં પધારી વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું રહેશે.  શિશુવિહારના સ્થાપક સભ્ય શ્રી હીરાબેન માનભાઈ ભટ્ટ પરિવાર ના સૌજન્યથી શ્રી ઇન્દિરાબેન ભટ્ટના સહકારથી શરૂ થતા બીજા કાર્યક્રમ અંતર્ગત જેમને તાલીમ લેવી હોય તેવા પતિ પત્ની અથવા વ્યક્તિગત નાગરિકો ને પ્રવાસ ઉપરાંત સ્થળ મુલાકાતો નો લાભ પણ આપવામાં આવે છે. 

વડીલો પોતાના શ્રેષ્ઠ જીવનમાં આનંદિત રહે તે દિશા ની પ્રથમ સફળતા બાદ  શરૂ થતા બીજા કાર્યક્રમમાં રસ ધરાવતા વડીલોએ શ્રી હીનાબેન ભટ્ટ (9824515995) નો સંપર્ક કરી પોતાનું નામ નોંધાવી આપવા શિશુવિહાર સંસ્થાની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.

Related Posts