સુરત ઉજાશ અભિયાન થી સર્વ ને અવગત કરતા ડૉ પ્રફુલભાઈ શિરોયા લીલીયા મોટા ના ડૉ જયંતીભાઈ કુંભાણી એ સુરત ખાતે લોકદ્રષ્ટિ ચક્ષુબેક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી શાખા, સક્ષમ સુરત મહાનગર ખાતે બેગ્લોર થી રિપેનભાઈ કુંભાણી અને દિનેશભાઈ જોગાણી ની ઉપસ્થિતિ માં ડૉ પ્રફુલભાઈ શિરોયા એ ચક્ષુબેંક,બ્લડ સેન્ટર ની માહિતી આપી હતી.દિનેશભાઇ જોગાણી એ સક્ષમ જે દિવ્યાંગો નુ રાષ્ટ્રિય સંગઠન ને સહયોગી બનવા અપીલ કરી હતી. અમરેલી જિલ્લા સક્ષમ મા સહભાગી બની લીલીયા મોટા તાલુકા મા સક્ષમ ની સ્થાપના કરવામાં આવે તો દિવ્યાંગો ના શિક્ષણ, સ્વાસ્થય, સ્વાવલંબન, સામાજિક વિકાસ ના કાર્ય ને વેગ મળે. તેમજ મોટો લીલીયા ખાતે લોકદ્રષ્ટિ ચક્ષુબેક ના સેન્ટર પર વધુ માં વધુ લોકો નેત્ર દાન, દેહદાન, અંગ દાન માટે સંકલ્પી બને તો જરૂરિયાત મંદ લોકોને ને લાભ મળે. આવા માનવતા ના દીવડા સમાન અભિયાન ને વ્યાપક બનાવવા માટે ડો શિરોયા અને ડો કુંભાણી સહિત ના મહાનુભાવો એ નિઃસ્વાર્થ સેવા વિસ્તૃત રીતે ગ્રામ્ય કક્ષા સુધી લઈ જવા સર્વ ને અવગત કર્યા હતા
માનવતા ના દીવડા સમાન “ઉજાશ અભિયાન” થી અવગત કરતા ડૉ પ્રફુલભાઈ શિરોયા અને ડૉ જયંતીભાઈ કુંભાણી


















Recent Comments