અમરેલી

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) અને વિજ્ઞાન ગુર્જરી.                                         (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) ના સહયોગથી “સ્પેસ ઑન વ્હીલ્સ” ની પહેલ

અમરેલી  વિજ્ઞાન ગુર્જરી વિજ્ઞાન ભારતીનું ગુજરાતી યુનિટ અને ઈસરોના સહયોગથી સ્પેસ ઓન વ્હીલ્સ અંતરીક્ષ વિજ્ઞાન જન ધન સુધી પહોંચાડતો અનોખું મોબાઇલ મ્યુઝિયમ તારીખ 8 1 2026 ના રોજ ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવેલ છે આ સાથે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ઇનોવેટિવ ટોઇઝ વાન અને ગુજરાત એનર્જી ની GEDA ની વાન પણ પ્રદર્શનમાં મૂકવામાં આવેલ છે

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) અને વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) ના સહયોગથી “સ્પેસ ઑન વ્હીલ્સ” નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.

“સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન દ્વારા ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવી ISROની મહત્ત્વપૂર્ણ મિશનોના મોડેલ્સ, રેપ્લિકા, ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને શૈક્ષણિક માહિતી રજૂ કરવામાં આવે છે. ઉપરાંત, અંતરિક્ષ ટેકનોલોજીના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો વિશે પણ સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવે છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાવવાનો, અંતરિક્ષ ટેકનોલોજી સાથે તેમનો સંપર્ક વધારવાનો અને STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત) ક્ષેત્રોમાં કારકિર્દી માટે પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને દૂરદરાજ અને ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યાં આવા શૈક્ષણિક સાધનો સરળતાથી ઉપલબ્ધ નથી, ત્યાં વિજ્ઞાનને સુલભ બનાવવાનો આ પ્રયાસ છે.

આ મોબાઇલ પ્રદર્શન બસ તા. ૦૮/૦૧/૨૦૨૬ થી તા. ૦૬/૦૨/૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજયની અલગ અલગ શાળાઓ અને કોલેજોમાં જઈને હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોને અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયાની મુલાકાત કરાવશે. તેના અંતર્ગત આ મોબાઈલ પ્રદર્શન અમરેલી ખાતે તા.૮ /૦૧/૨૦૨૬ થી તા. ૧૦/૦૧/૨૦૨૬ આવશે. આ ISRO મોબાઈલ પ્રદર્શન બસ તા.૮ /૦૧/૨૦૨૬ના રોજ મ્યુનિસિપલ સ્કૂલ અમરેલી, તા. ૯/૦૧/૨૦૨૬ના રોજ વિદ્યા સભા જ્ઞાન શક્તિ સ્કૂલ અમરેલી અને તા. ૧૦/૦૧/૨૦૨૬ના રોજ ભરાડ સ્કૂલ અમરેલી ખાતે સવારના ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધી ઉપલબ્ધ રહેલ હતી અમરેલીના જાણીતા શિક્ષકો શિક્ષણવિદો અને પ્રબુદ્ધ નાગરિકોએ પણ આ પ્રદર્શનનો લાભ લીધેલ છે આ કાર્યક્રમનું સમાપન તારીખ 10 1 2026 ના રોજ  કરવા માં આવેલું અને કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આસ્તિક ભાઈ ધાંધિયા વિજ્ઞાન ગુર્જરી શ્રી મુકુંદભાઈ મહેતા એફઆરસી કમિટી અને શ્રી કિશોરભાઈ દવે રાષ્ટ્રીય સેવક સ્વયંસેવક સંઘ ઉપસ્થિત રહીને કાર્યક્રમની સફળતા માટે ડોક્ટર યતીન તેરૈયા અમરેલી જિલ્લા સંયોજક વિજ્ઞાન ગુર્જરી અને પંકજભાઈ મહેતા ભરાડ સ્કુલ ને અભિનંદન આપેલા હતા આ પ્રદર્શનમાં અમરેલી શહેરના 6,000 થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે હવે પછીથી આ પ્રદર્શન ભાવનગર શરૂ થશે

Related Posts