ગઢપુર થી દ્વારકા સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા આજ પંચડેરા આવળ ધામ ખાતે આવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.આજ રોજ યાત્રા પાંડવ કાલીન પંચેશ્વર મહાદેવ અને આવળ ધામ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં યાત્રીઓ રાસ રમ્યા હતા.
તારીખ.2/1/2026 નાં સવારે 6 કલાકે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર ખાતે થી પુજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજીમહારાજ તથા પુજ્ય લાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજીમહારાજે યાત્રાનાં રથમાં બિરાજમાન શ્રી દ્વારકાધીશ ભગવાન, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ ની આરતિ કરી યાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું શ્રી એ.પી. સ્વામી તથા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજીના માર્ગદર્શન હેઠળ ચાલતી યાત્રા માં વડતાલ થી શ્રી ધર્મકુળ પરિવાર પુજ્ય બન્ને વહુજી મહારાજ, શ્રીબચુબાશ્રી, શ્રી લાલીરાજા શ્રી ભાણીબાશ્રી પણ જોડાયા છે
દરેક સ્થળે યાત્રા નિકળતાં ગામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રોજ ભક્તો ગામે ગામ થી જોડાઇ રહ્યા છે.
સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા વ્યસન મુક્તિ આદિ જીવનની મહત્વની વાત નો સંદેશ આપતી ધર્મનાં મુલ્યોનું માર્ગદર્શન આપતી આગળ વધી રહી છે.
આજ તારીખ.10/1/29 નાં રોજ આ યાત્રા લાંબા મુકામે આવી પહોંચી છે જ્યાં ભક્તો એ ભાવથી સ્વાગત કર્યું હતું
ભગવાન શ્રી સ્વામિનારાયણની કર્મ ભૂમિથી ભગવાન શ્રી કૃષ્ણની કર્મ ભૂમિની આ યાત્રા ઐતિહાસિક રીતે ચાલી રહી છે. જેમાં રોજે ભગવાનનાં અખંડ નામ જપ સાથે નિત્ય સંતોનાં સત્સંગ આદિ ધર્મલાભ મેળવી રહ્યા છે યાત્રા માં ભક્તો ખુબ સારો સંદેશ આપતાં ચાલી રહ્યા છે.340 કી.મી ની યાત્રા કરી તારીખ.12/1/2026 નાં દ્વારકા પહોંચી આહિર સમાજ વાડી ખાતે સવારે 8.30 સનાતન ધર્મ સભા થશે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ નાં નવમા વંશજ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સનાતન ધર્મ નાં સંતો મહંતો ઉપસ્થિત રહેશે અને ધર્મ લાભ આપશે
બપોર 11 વાગ્યે આહિર સમાજ વાડી થી શ્રી જગત મંદિર શ્રી દ્વારકાધીશ મંદિરનેં ધજા રોહણ શોભાયાત્રા કરવામાં આવશે.આ યાત્રામાં રહેવા જમવાની વ્યવસ્થા સંપુર્ણ નિઃશુલ્ક કરવામાં આવી છે.


















Recent Comments