ગુજરાત

દામનગર ના સ્વ મુળજીભાઈ બુધેલીયા પરિવાર નું સુરત શહેર માં પરમાર્થ

દામનગર શહેર ના હાલ સુરત સ્થિત સ્વ મુળજીભાઈ બુધેલીયા નો સામાન્ય શ્રમિક પરિવાર સુરત સ્થાયી થઈ નામ દામ કમાયો પણ પરોપકાર જીવી સ્વ મુળજીભાઈ બુધેલીયા ના પૌત્ર રત્નો રવિ મગનભાઈ અને મનોજ મગનભાઈ બુધેલીયા છેલ્લા એક સપ્તાહ થી સુરત શહેર આસપાસ ગ્રામ્ય સહિત વિસ્તારો ના વેરાન વગડા બાગ બગીચા જાહેર સ્થળો રોડ રસ્તા ફૂટપાથ ઉપર જીવન જીવતા અતિ પછાત ગરીબ ગુરબા અતિથિ અભ્યાગતો મનોદિવ્યગો ભિક્ષુકો ઠંડી માં થથરતા ઓને ગરમ ધાબળા વિતરણ અભિયાન ચલાવી રહ્યા છે સલ્મ વિસ્તારો ના બાળકો ને પૌષ્ટિક અલ્પહાર સાથે ધાબળા આપી માનવતા ની હૂંફ પુરી પડતા બુધેલીયા પરિવાર ની ઉદત ભાવના દિવસે પોતા ના વેપાર ધંધા રોજગાર કરતા મગનભાઈ મૂળજીભાઈ બુધેલીયા ના પુત્ર રત્નો રવિ અને મનોજ ની પરમાર્થ પ્રવૃત્તિ “પર હિત સરિસ ધર્મ નહિ ભાઈ” શ્રેય માર્ગે ચાલતા બુધેલીયા પરિવાર ની સદપ્રવૃત્તિ થી અનેક પરિવારો રાજીપો વ્યક્ત કરી અંતર થી આશિષ પાઠવી યુવાનો ની ઉદારતા થી ખુશી વ્યક્ત કરી રહ્યા છે 

Related Posts