ડાંગના તેજસ્વીની સંસ્કૃતિધામ માં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ dist- 3232F૨ Food to hungerદ્વારા (ભૂખ્યાને ભોજન) નું સેવા સપ્તાહ યોજાયો બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદી ના સાનિધ્યમાં ડાંગના અતિ ઊંડાણના આદિવાસી ક્ષેત્રના ગામમાં અતિ જરૂરિયાત મંદ એવા વિકલાંગ વ્યક્તિ, વિધવા બહેનો, વિધુરભાઈ ઓ સુધી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું વાસુર્ણા,મહારાઈચૌંડ, બોરીગાંવઠા, સોનગીર,સુમદા,ખાપરી, કાસવદહાડ , ઘોઘલી, મુરબી,ધુમખલ, જાખાના.જેવા ૧૮ ગામોમાં થી ૭૦ જેટલા વિકલાંગ અને ૩૫૦ વિધવા વિદુરને અનાજ તેલ તથા શાકભાજીની કીટ વિતરિત કરવામાં આવે આટલા અંતરિયાળ ગામોમાં પોતાની સેવા પહોંચતી જોઈ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોનાબેન દેસાઈ, વાઇસ ડિસ્ટ્રીક ગવર્નર હેમલ પટેલ, પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર ડૉ. શરદભાઈ પટેલ તથા અનેક દાતાઓ ખૂબ જ ભાવવિભોર થયા અને જાતે ધન્યતા અનુભવી.. સાથે આવેલ દરેક લાયન્સ ક્લબના સદસ્યોએ પણ જરૂરિયાતમંદ સુધી આ કીટ પહોંચાડી અને અલગ અલગ ગામની મુલાકાત લઇ પ્રકૃતિનો અને પરમેશ્વરનો આભાર વ્યક્ત કર્યો ડૉ શરદભાઈએ દાતા ઓ તથા તેજસ્વીની સંસ્કૃતિ ધામ પરિવાર,હરિભાઈ લલીતાબેન, લાહનુભાઈ, લક્ષ્મણભાઈ, રતનભાઇ, સોમાભાઈ નો આભાર વ્યક્ત કર્યો…
બ્રહ્મવાદીની પૂજ્ય હેતલદીદી ની પાવન નિશ્રા માં અન્નયજ્ઞ રાશન કીટ વિતરણ અભિયાન “૧૮ ગામ માં ૭૦ વિકલાંગ અને ૩૫૦ ગંગાસ્વરૂપા બહેનો ને રાશન અર્પણ”


















Recent Comments