ઉત્તરાયણ પર્વની મોજ સાથે જીવદયાનો અનુરોધ કરતાં કથાકાર શ્રી વૈશાલીબાળાએ જીવલેણ થતી પતંગ દોરી સામે સાવધાન રહેવાં સંદેશો આપ્યો છે.
મકરસંક્રાંતિ પર્વ ઉપર પતંગ માટે વપરાતી ઝેરી દોરીના અનિયંત્રિત ઉપયોગ સામે રંઘોળાના કથાકાર વક્તા શ્રી વૈશાલીબાળા એ જીવદયાનો અનુરોધ કર્યો છે. આપણી મજા એ કોઈ માટે સજા ન બનવી જોઈએ, આપણી સનાતન સંસ્કૃતિ શીખવે છે કે, આપણાં ઉત્સવ ઉજવણી સૌના માટે આનંદનો ઉપક્રમ જ હોવો જોઈએ.
ઉત્તરાયણ પર્વની મોજ સાથે શાસ્ત્રોક્ત મહિમા મહાત્મ્ય રહેલું છે, આ સાથે સૂર્ય પ્રકાશ માણવા માટે પતંગ ઉડાડવાનું પણ મહાત્મ્ય છે પણ આજકાલ જીવલેણ થતી પતંગ દોરી સામે સાવધાન રહેવા અને જીવદયા માટે જાગૃત રહેવા ટકોર કરી છે. તેઓએ સરકારી આપાતકાલીન બચાવ સંપર્ક સાથે જોડાણ રાખવા સંદેશો આપ્યો છે.


















Recent Comments