રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પશુપાલન મંત્રી જીતુભાઈ વાધાણી ના માર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન’ શરૂ થઇ ચુક્યું છે ત્યારે સમગ્ર ભારતમાં નિઃશુલ્ક પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન દ્વારા રાજકોટના ત્રિકોણબાગ ખાતે ”કરુણા અભિયાન–2026”અંતર્ગત ભારતના સૌથી મોટા કંટ્રોલ રૂમનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિધિવત ઉદઘાટન કરાયું. કરૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વર્ષ–૨૦૦૬ થી જેમણે સૌપ્રથમ રાજકોટમાં આ પક્ષી બચાવો કેન્દ્ર માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યા અને જેમણે રાજય સરકારને પણ આ કરૂણા અભિયાન માટે પ્રેરીત કરી અને તેથી જ રાજય સરકાર દ્વારા પણ જે સંસ્થાના નામે કરૂણા અભિયાન શરૂ થયું, તેવી રાજકોટની શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનને ૩૬૫ દિવસ, ૨૪ કલાકના જીવદયાના મહાયજ્ઞ માટે રાજય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મનીષભાઈ રાડિયા, સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા, પરસોતમભાઈ પટેલ, સેતુરભાઈ દેસાઈ, સન્નીભાઈ શાહ તથા (અર્હમ સેવા યુવા ગ્રુપની સાથી ટીમ), પશુપાલન વિભાગના રિજનલ ડાયરેક્ટર ડૉ. ગોહિલ સાહેબ, ડીસીએફ યુવરાજસિંહ ઝાલા, પ્રદ્યુમન પાર્ક ઝૂના ડૉ. હિરપરા, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, રાજકોટ મહાનગર પાલિકાના વેટરનરી ઓફિસર ડૉ.ઉપેન્દ્ર પટેલ સાહેબ, નેચર એડવેન્ચર ક્લબના ભરતભાઈ સુરેજા, ચંદ્રેશભાઈ પટેલ (કિશાન ગૌશાળા) સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
તા. 10/01/2026 મી થી તા. 20/01/2026 દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરનાં તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી આયોજીત ઢબે હાથ ધરાય રહી છે. આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેવાનો છે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓનાં સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA), વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, રાજકોટ મહાનગરપાલીકા, માહિતી ખાતુ, ખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે.
‘કરૂણા અભિયાન’માં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજ, નવસારી વેટરનરી કોલેજ, દાંતીવાડા વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબોનો સહયોગ પ્રાપ્ત થયો છે. શ્રી કરૂણા ક્ષઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવી માલવીયા, ડો. ઉપેન્દ્ર પટેલ તથા સાથી ટીમનાં ૫૦ તબીબો પોતાની સેવા આપી રહ્યા છે.
મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.૧૩, તા.૧૪ તથા ૧૫ જાન્યુઆરી મકર સંક્રાંતીનાં રોજ રાજકોટના (1) ત્રિકોણબાગ, રાજકોટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯/૯૮૯૮૪ ૯૯૯૫૪) (2) અર્હમ યુવા સેવા ગ્રુપ, મોદી સ્કુલ પાસે, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪) (3). અર્હમ યુવા સેવા ગ્રુપ, ઓમ નગર સર્કલ, મવડી,૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪) (4) અર્હમ યુવા સેવા ગ્રુપ,ક્રિસ્ટલ મોલ સામે,કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪) (5) અર્હમ વેટરનરી કલીનીક, હનુમાન મઢી, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.૭૫૬૭૦૭૫૬૮૦),(6)રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, પાંજરાપોળ-સામા કાંઠે, રાજકોટ (મો.૯૬૩૮૪૩૩૦૭૦)(7) પંચનાથ વેટરનરી કલીનીક, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ (મો.૯૯૦૪૯૭૪૯૫૫),(8) બાલક હનુમાન, પેડક રોડ, રાજકોટ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો. ૯૮૯૮૦૧૯૦૫૯/ ૯૮૯૮૪ ૯૯૯૫૪), (9) કિસાનપરા ચોક, રાજકોટ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.૯૮૯૮૦૧૯૦૫૯ /૯૮૯૮૪ ૯૯૯૫૪) (10) કરુણા એનીમલ હોસ્પિટલ, ગોંડલ ચોકડી પાસે, તુલીપ પાર્ટી પ્લોટ, વાવડી, રાજકોટ. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪),(11) શેણી સદભાવના એનીમલ હેલ્પલાઈન હોસ્પિટલ શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર છી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪), (12) ઈમ્પીરીયલ હાઈટ્સ, જીવદયા ઘર, રાજકોટ (મો.૯૭૨૪૬૦૯૫૦૨), (13) આજીડેમ, જીવદયા ઘર , રાજકોટ (મો.૯૭૨૪૬૦૯૫૦૨), (14) મુંજકા, વન વિભાગ (મો.૯૭૨૬૧૬૭૪૫૬), (15) મોરબી રોડ જકાતનાકા, કરુણા અભિયાન (ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ),(16) વેટરનરી પોલીટેકનીક, ડૉ. ગરાળા સાહેબ (મો.૯૪૨૭૨૨૦૧૪૭) રાજકોટ ખાતે એમ કુલ 16 વિશેષ કંટ્રોલરૂમ સવારે 07:00 થી રાત્રીના 07:00 સુધી ચાલુ રહેવાનું છે.
ઉતરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા મા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજયમાં તા.૧૦મીથી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલનાર કરૂણા અભિયાન અંગે, રાજકોટ જિલ્લાના કરૂણા અભિયાન અંગે રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશ સાહેબ, ડી.ડી.ઓ. શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સાહેબ, શ્રી એન.કે.મુછાર સાહેબ, અધિક કલેકટર ગૌતમ સાહેબ, એસ પી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયના માનદ સલાહકાર અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમિટીના સદસ્ય મિતલ ખેતાણી, સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગીરીશભાઈ શાહ, કુમારપાળભાઈ શાહ, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠ, એસ.પી.સી.એ.ના જયેશ ઉપાધ્યાય, રાજકોટ મહાજન પાંજરાપોળનાં અગ્રણીઓ, પંચનાથ એનીમલ હોસ્પિટલ, જીવદયા ઘર, દેવાંગભાઈ માંકડ અને મયુરભાઈ શાહ, પશુપાલન વિભાગના ડો. કટારા સાહેબ, ડી.સી.એફ.યુવરાજસિંહ ઝાલા સાહેબ, ડી.એફ.ઓ. શ્રી કોટડીયા સાહેબ, વન વિભાગના અધિકારીઓ, એનીમલ હેલ્પલાઈનના રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, પારસભાઈ ભરતભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓ જહેમત ઉઠાવી રહયાં છે.
‘કરૂણા અભિયાન 2026’ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩) તથા એનીમલ હેલ્પલાઇન (મો-૯૮૯૮૦૧૯૦૫૯/૯૮૯૮૪૯૯૯૫૪) નો સંપર્ક કરવો.
રાજકોટ માં ”કરુણા અભિયાન–2026” અંતર્ગત કંટ્રોલ રૂમનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વિધિવત ઉદઘાટન કરાયું


















Recent Comments