લાઠી આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના ૧૦૦૦ વર્ષ એટલે સોમનાથ સ્વાભિમાન પર્વઆ પાવન અવસરે વીર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા સોમનાથની સખાતે ધર્મ રક્ષા કાજે કેસરિયા કરનાર લાઠીના કુંવર વીર હમીરસિંહજી ગોહિલ ને વિરાંજલી અને ફુલહાર નું આયોજન ધર્મજાગરણ વિભાગના સંયોજક ભીખુભાઈ અગ્રાવત ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ તમામ ધર્મપ્રેમી જનતા એ સમયસર ઉપસ્થિત નિમિત્તે કીર્તિ કોટેજ લાઠી ખાતે આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે જાણીતા લોકસાહિત્યકાર રમેશભાઈ જાદવે સોમનાથ અને હિંદુત્વ અને હમીરજી ની વિર રસ ની વાતું રજૂ કરેલ આ પ્રસંગે વીર હમીરસિંહજી નાટકના ભાવેશભાઈ રંગપરા એ નાટકના સંવાદો રજૂ કરીને સોમનાથ ની ગર્વ ભરી ઘટના રાજુ કરેલ
સંઘના ધર્મ જાગરણ ભાવનગર વિભાગના સંયોજક ભીખુભાઈ અગ્રાવતે વીર હમીરસિંહજીની ને એક ધર્મ રક્ષક ગણીને હજારો લોકોને પ્રેરણા આપનારું વ્યક્તિત્વ ગણાવેલ ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી મનુભાઈ ગોસાઈ એ જણાવ્યું હતું કે વૈશાખ સુદ નવના દિવસે સોમનાથની રક્ષાકાજે વીરગતિ પામનાર હમીરસિંહની યાદ માં લાઠી થી સોમનાથ યાત્રા નું આયોજન કરવા આહવાન કરેલ આ કાર્યક્રમમાં ટ્રસ્ટ ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા, ધર્મેશભાઈ સોની, એડવોકેટ હરેશભાઈ સેજુ, અગ્રણી જયેશભાઈ ઠાકર, નિકુજ ભાઈ કોટડીયા રમેશભાઈ કોટડીયા વીર હમીરસિંહ સુધી ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઈ ચૌહાણ,ગુણુબાપૂ ગોસાઈ, ધીરુભાઈ ગાંગડિયા,લાઠી રોમીલ કોટડીયા વગેરે ઉપસ્થિત રહેલ અંતમાં આભાર વિધિ મહામંત્રી રાજુભાઈ રિઝિયા એ કરેલ


















Recent Comments