ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત જિલ્લાની તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓને રોકડ પુરસ્કાર ચૂકવવાના થતા હોય આથી બાકી રહેલ જે ખેલાડીઓને રોકડ પુરસ્કાર મળેલ નથી તેમણે વહેલીતકે ફોર્મ ભરીને પોતાના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ અને આધારકાર્ડ નકલ રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાની બાજુમા, ચિતલ રોડ,અમરેલી ખાતે રૂબરુ જમા કરાવવાની રહેશે. તા. ૨૨.૦૧.૨૦૨૬ સુધીમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ત્યારબાદ રોકડ પુરસ્કાર અંગેની માહિતી સ્વીકારવામાં આવશે નહીં તેની નોંધ તમામ શાળાના આચાર્યશ્રીઓએ અને ખેલાડીઓએ લેવાની રહેશે. સત્વરે માહિતી મોકલી આપવા માટે અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
ખેલાડીઓને રોકડ પુરસ્કાર મળેલ ન હોય તેમણે બેંક પાસબુક, આધારકાર્ડ સહિતની નકલ જમા કરવા સૂચના





















Recent Comments