સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલી દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત રાજ્યકક્ષાની બહેનોની કબડ્ડી સ્પર્ધાનું આયોજન અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા. ૨૭,૨૯,૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ યોજાશે.
તા. ૨૭ જાન્યુઆરીએ અંડર-૧૪, ૨૯ જાન્યુઆરીએ અંડર-૧૭ અને ૩૧ જાન્યુઆરીએ ઓપન એજ કેટેગરીની સ્પર્ધા યોજાશે. સ્પર્ધાનું સ્થળ સરદાર પટેલ રમત સંકુલ, ચિત્તલ રોડ, ગોળ દવાખાનાની બાજુમાં અમરેલી રાખવામાં આવ્યું છે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.





















Recent Comments