ભાવનગર

અભયમ 181 મહિલા હેલ્પ લાઇન દ્વારા વર્ષ ૨૦૨૫મા ભાવનગર જિલ્લામાં ૭,૨૧૯ પીડીત મહિલાઓની મદદે આવી

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ અને ગૃહ વિભાગ દ્વારા અને ઇ.એમ.આર.આઇ ગ્રીન
હેલ્થ સર્વિસ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પલાઇન ગુજરાતની પીડીત મહિલાઓ માટે
આશીર્વાદરૂપ બની રહી છે મહિલાઓના શારિરીક, માનસિક, જાતીય સતામણી કે ઘરેલુ હિંસા સહિતની
હેરાનગતિમાં અસરકારક કાઉન્સિલિંગ, સરકારશ્રીની એજન્સીઓ સાથે સંકલન કરી મદદ, માર્ગદર્શન અને
બચાવ કરેલ છે. લગ્નજીવનના વિખવાદો, પાડોશી સાથેના અણબનાવ, બિનજરૂરી કોલ મેસેજ થી
હેરાનગતિ, છેડતી વગેરે કિસ્સાઓમાં મદદરૂપ બની દીન-પ્રતિદિન મહિલાઓમાં વધુ વિશ્વાસ અને પ્રતિભાવ
મેળવવામાં આવી રહેલ છે જેથી આજે ગુજરાતની મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થિનીઓ અભયમ એક
સાચી સહેલી તરીકે બની રહી છે.
જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમ્યાન અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે
ભાવનગર જીલ્લામાં ૭,૨૧૯ જેટલા જરૂરિયાતમંદ મહિલાઓના કોલ આવેલ જેમાંથી ૧૩૬૨ કિસ્સાઓમાં
અભયમ રેસક્યું વાન ડિસ્પેચ, ૯૬૧ કેસોમાં સમાધાન અને ૩૫૦ મહિલાઓને બચાવ એજન્સીઓ રિફર
કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કસ્ટડીના ૨૬૧ કેસ, ઘરેલુ હિંસાના ૩૬૭૮ કેસ, લગ્નજીવનના વિખવાદો ૩૫૧ કેસ,
જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહિતીના ૨૨૦ કેસ, શારીરિક, માનસીક,
જાતીય હેરાનગતિના ૧૪૪૦ કેસ, પરીવાર છોડેલ ૧૩૪ કેસ, અન્ય સબંધોના ૧૧૫ કેસ, કાયદાકીય
માર્ગદર્શન ૧૪૯ કોલ આવ્યાં હતાં. વર્ષ દરમિયાન જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને

બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, ઓ.એસ.સી, પી.બી.એસ.સી, આશ્રય ગૃહ અને સ્થાનિક સંસ્થાઓ
અને કાર્યકરો તરફથી નોંધપાત્ર સહયોગ મળી રહ્યો હતો આમ, અભયમ ટીમ દ્વારા લગ્નજીવન અને લગ્ન
બહારના સબંધો, ઘરેલું હિંસા, શારીરિક માનસીક અને જાતિય સતામણી અને બીનજરૂરી કોલ મેસેજ થી
હેરાન થતા મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થિનીઓના જીવનમાં આવેલ આપત્તિમા મદદ, માર્ગદર્શન અને
બચાવ દ્વારા મહિલા સલામતી, શાંતિ અને પારીવારીક, સામાજીક એકતા અને સુલેહ માટે પ્રશંસનીય કાર્ય
કરવામાં આવ્યું હતું.

૦૦૦૦૦૦

કૌશિક શીશાંગીયા

Related Posts