ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરુના માર્ગદર્શન હેઠળ આર-સેટી,
ભાવનગર ખાતે તા. 5 જાન્યુઆરીથી આઠ દિવસીય “બેંક મિત્ર” તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
તાલીમમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકાના કુલ 25 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થીઓને બેંક મિત્ર તરીકેની કામગીરી, બેંકિંગ સેવાઓ, સખી મંડળ તથા
સખી મંડળ સાથે સંકળાયેલી બેંક સંબંધિત પ્રક્રિયાઓ, ખાતા ખોલવાની પ્રક્રિયા, લોન માર્ગદર્શન, ડિજિટલ ટ્રાન્ઝેક્શન,
સરકારી યોજનાઓ સાથે સંકળાયેલ સેવાઓ સહિતના તમામ પાસાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું
હતું.
આ તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને બેંક મિત્ર તરીકે નિમણૂક મળવાની તક તેમજ આર્થિક રીતે
સ્વનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ અવસર પ્રાપ્ત થશે. ગ્રામ્ય વિસ્તારોમાં બેંકિંગ સેવાઓ વધુ સુલભ બને તથા
મહિલાઓ અને સખી મંડળોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ પ્રકારની તાલીમ ખૂબ જ ઉપયોગી સાબિત
થશે.
ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં એન.આર.એલ.એમ શાખા દ્વારા આવા તાલીમ કાર્યક્રમો દ્વારા
ગ્રામ્ય સ્તરે રોજગાર અને સ્વરોજગારની તક ઊભી કરી લોકોના આર્થિક સશક્તિકરણ માટે સતત પ્રયાસ કરવામાં
આવી રહ્યા છે.
ભાવનગર આર-સેટી ખાતે બેંક મિત્ર માટે તાલીમનો પ્રારંભ





















Recent Comments