ભાવનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આગામી ૨૬
જાન્યુઆરીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વલ્લભીપુર તાલુકામાં ગંભીરસિંહજી હાઈસ્કૂલની પાછળના ગ્રાઉન્ડમાં
યોજાનાર જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, પોલીસ બેન્ડ, પરેડ તથા
સલામતીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો,સ્ટેજ,મંડપ તથા માઈક પોડીયમની વ્યવસ્થા, સન્માનપત્રો તૈયાર
કરવાં,એપ્રૃવ કરાવવાં,વાહન પાર્કિંગની વ્યવસ્થા, કાર્યક્રમનાં સ્થળે મેડીકલ વાહન/એમ્બ્યુલન્સ ઉપસ્થિત
રાખવાં,ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો.
કલેકટરશ્રીએ કાર્યક્રમને સફળ બનાવવાં માટે વિવિધ ૧૭ જેટલાં વિભાગોને જવાબદારી સોંપી સમયમર્યાદામાં
કામો પૂર્ણ કરવા સુચના સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર શ્રી એન.ડી.ગોવાણી, જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ, પ્રાંત અધિકારીશ્રી ભૂમિકાબેન વાટલીયા સહિત અમલીકરણ
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં
ભાવનગર જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને ૨૬ જાન્યુઆરીની તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઇ





















Recent Comments