ભાવનગર

ભાવનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ હેઠળ પેરા લીગલ વોલ્યન્ટીયર્સ તરીકે સેવા આપવા ૩૧ જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ
ભાવનગર દ્વારા સમાજના જરૂરીયાતમંદ લોકોને વિના મુલ્યે કાનૂની સહાય તથા સલાહ મળી રહે તે હેતુસર પેરા
લીગલ વોલ્યન્ટીયર્સ તરીકેની સેવા પૂરી પાડવા ભાવનગર જિલ્લામાં તથા તાબાના તમામ તાલુકામાં પેરા લીગલ
વોલ્યન્ટીયર્સની નિમણુંક કરવાની હોય જેમા નિવૃત સરકારી કર્મચારીઓ, નિવૃત શિક્ષકો, ડોકટર્સ તથા નોન
પોલીટીકલ એન.જી.ઓ. ના સભ્યો સ્વૈચ્છાએ રસ ધરાવતા હોય તેઓએ જરૂરી ફોર્મ તથા વિગત જિલ્લા કાનૂની સેવા
સત્તા મંડળ, ડીસ્ટ્રીકટ કોર્ટ ભાવનગર ખાતેથી તા. ૨૩/૦૧/૨૦૨૬ સુધીમાં મેળવી તા.૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં જમા
કરાવવા. તેમજ પેરા લીગલ વોલ્યન્ટીયર્સની નિમણુકની વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ
ભાવનગર તથા‌ ભાવનગરના તમામ તાલુકામાં ‘તાલુકા કાનૂની સેવા સમિતી’ નો સંપર્ક કરવાનો રહેશે,તેમ જિલ્લા
કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના સચિવ શ્રી ડી.બી.તિવારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts