ભાલકા મંદિરે કૃષ્ણ ભગવાન ના સાંનિધ્યમાં મકરસંકાતી ના દિવસે ભવ્ય પતંગ મહોત્સવ યોજાવાનો છે તેમાં યાત્રીકો,સ્થાનીકોને પ્રસાદી રૂપે વિના મુલ્યે પતંગ,દોરા સહીત ની તમામ વસ્તુઓ આપવામાં આવશે ફી૯ મ અભીનેત્રી,ટીવી સ્ટાર હેમાલી સેજપાલ ની ઉપસ્થિતી
વેરાવળ ના ભાલકા મંદિરે સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી વિશાળ મેદાન માં ભવ્ય પતંગ મહોત્સવ ઉજવાય રહેલ છે આ વર્ષે પણ તા.૧૪ બુધવારે મકર સંકાતી ના દિવસે સવારે ૧૦ થી ૧ ડી.જે સાથે મહોત્સવ ઉજવાશે જેમાં ભાલકા મંદિર દર્શનાર્થે આવનાર વિશ્વભર ના કૃષ્ણ ભકતો તેમજ ભાલકા,ભાલપરા, ભીડીયા, પભાસ પાટણ,વેરાવળ સહીતી મુખ્ય શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાંથી આવનાર સ્થાનીકોને પ્રસાદી રૂપે વિના મુલ્યે,દોરો પતંગ,ચીકી,તલ મમરા ના લાડુ, આમળા, શેરડી, બોર,માલતા,ચોકલેટ તેમજ ગરમા ગરમ ખીચડો સહીત ની વસ્તુ આપવામાં આવશે આ ભવ્ય પતંગ મહોત્સવ માં ફીલ્મ અભીનેત્રી, ટીવી સ્ ટાર તેમજ રધુવંશી પરીવાર નું ગૌરવ હેમાલી સેજપાલ ઉપસ્થિત રહેશે તે મનું ભાલકા મંદિરે સન્માન કરવામાં આવશે
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સહયોગી મીલનભાઈ જોષી, રામ ભાઈ સોલંકી,વિપુલભાઈ રાજા,પ્રવીણભાઈ ચૌહાણ વ્યવસ્થા કરી રહેલ છે આ કાર્યક્રમ માં વર્ષોથી જોડાયેલા સહયોગઆપનાર દીલીપ જશાભાઈ બારડ, અભય હીરાભાઈ જોટવા,ધનસુખભાઈ પીઠળ, અશોકભાઈ પરમાર,વેજાનંદભાઈ વાળા, મીત રોહનભાઈ વૈદ્ય,વેરાવળ મર્કન્ટાઈલ બેંક સહકાર આપી રહેલ છે સૌથી મોટા કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા અપીલ કરાયેલ છે.


















Recent Comments