સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર અભિયાનમાં સાફલ્યગાથા ધરાવતાં હણોલ ગામમાં ત્રણદિવસના મહોત્સવનો પ્રારંભ થયો છે. ગ્રામીણ ઓલિમ્પિક આયોજન સંદર્ભે રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલી શીખવાનો હોવાનું જણાવતાં કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાએ ખેલાડીઓને શુભકામના પાઠવી છે.
હણોલ ગામે ગ્રામીણ ઓલિમ્પિકનો આંતરરાષ્ટ્રીય ખેલાડી અને રાજ્યસભા સાંસદ શ્રી પિલવૂલકાંડી (પી. ટી.) ઉષા દ્વારા પ્રારંભ કરાવતી વેળાએ કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અભિગમ મુજબ સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર અભિયાનમાં સાફલ્યગાથા ધરાવતાં હણોલ ગામમાં ત્રણદિવસના મહોત્સવનો પ્રારંભ થયો છે.
ગ્રામીણ ઓલિમ્પિક આયોજન સંદર્ભે રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલી શીખવાનો હોવાનું જણાવતાં કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાએ ખેલાડીઓને શુભકામના પાઠવી છે. તેઓએ ગામમાં માત્ર એક પાસા નહી સર્વાંગી પાસા સાથે આત્મનિર્ભર હણોલ મહોત્સવનો હેતુ આ પંથક તેમજ રાજ્ય સુધી આ યાત્રા ફેલાવવાનો હોવાનું કહ્યું.
શ્રી માંડવિયાએ ઉદ્યોગપતિ દાતાઓ અને મહાનુભાવો આ ગામે મહેમાન બને અને બીજા ગામો પણ આત્મનિર્ભર અભિગમમાં વિકસિત થાય તે હેતુથી આમંત્રિત કરાતા હોવાનું ભારપૂર્વક જણાવ્યું. તેઓએ અંહીંના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામશે, તેવી શુભકામના પાઠવી છે.
ત્રણ દિવસના મહોત્સવમાં પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રી ખેલાડી, રાજ્યસભા સાંસદ અને ભારતીય ઓલિમ્પિક આયોજનમાં અધ્યક્ષ સ્થાને રહેલ શ્રી પિલવૂલકાંડી (પી. ટી.) ઉષા દ્વારા પ્રારંભ કરાવતી વેળાએ પોતાના બચપણ અને માવતરના સ્મરણ સાથે પોતાની ખેલ કારકિર્દીની સફળતા માટે ખંત અને લક્ષ્ય તરફ મંડી રહેવા તથા શિસ્ત અને કાયમી તાલીમરત રહેવા જણાવ્યું. શ્રી ઉષાએ હણોલ ગામની એકતા અને સહકારી ભાવના સાથેની પ્રગતિની પ્રશંસા કરી અને સંક્રાંતિની શુભકામના પાઠવી.
કેન્દ્રીયમંત્રી શ્રી નિમુબેન બાંભણિયાએ આ પ્રસંગે હણોલ ગામની વિકાસ યાત્રામાં સરકાર અને સમાજમાં સંકલનને બિરદાવી, રાષ્ટ્ર માટે આ ગામ પ્રેરણારૂપ ગણાવી અહીંની રમત ગમત પ્રવૃત્તિ અને ખેલાડીઓને શુભકામના પાઠવી.
આ મહોત્સવ પ્રસંગમાં સહકારી અગ્રણી શ્રી અજય પટેલ દ્વારા સૌની વિકાસ યાત્રાને બિરદાવી અને શુભકામના પાઠવી.
ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે ગ્રામપંચાયત અને વિવિધ કચેરીઓના સંકલન સાથે આ મહોત્સવમાં રાજકીય, સામાજિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યાં છે.

















Recent Comments