ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયાં અને ગામની એકતાને બિરદાવી. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યોજાયેલ ગ્રામસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયાં. અહીંયા કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિ રહી.
ગામડાના વિકાસ વડે જ રાષ્ટ્રનો વિકાસ થઈ શકે જેનો પ્રારંભ ગોહિલવાડના હણોલ ગામમાં થયો છે. કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યાં અને ગામની સાંસ્કૃતિક ગતિવિધિ નિહાળી તેમાં સહભાગી પણ થયાં.
ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયાં અને ગામની એકતાને બિરદાવી. રાષ્ટ્રને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ આપનાર આ ગુજરાતમાં આ ગામમાં સાથી મંત્રી શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ દિશાને બિરદાવી. તેઓએ કહ્યું કે માત્ર સરકારના પૈસાથી નહી ગ્રામજનોની ભાવનાથી થયેલ આ કાર્યમાં ગામની એક એક વ્યક્તિ અને એક એક વૃક્ષમાં પણ આત્મનિર્ભર સંવેદના સુર સંભળાઈ રહેલ છે.
શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે અંહીંના ગ્રામવિકાસ સંદર્ભે તેઓએ કહ્યું કે માટીમાં પ્રતિભાની યોગ્યતાઓ રહેલી હોય છે, જેને સુવિધાની આવશ્યકતા હોય છે, જે અહીંયા પૂર્ણ થતાં પરિણામ સાંપડ્યું છે. અહીં શિક્ષણ, કૃષિ, સ્વચ્છતા વગેરે સાથે વિવિધ ઉપક્રમ દ્વારા નિર્માણ થયેલ વિકાસ ઘટકોનો ઉલ્લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ કરનાર હોવાનું ઉમેર્યું અને સૌને અભિનંદન પાઠવ્યા.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલમાં યોજાયેલ આ ગ્રામસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયાં. તેઓએ કરેલ પ્રાસંગિક વાતમાં સૌના સાથ અને સૌના વિકાસ એ મુખ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અભિગમ મુજબ હણોલ વિકસી રહ્યાનું અને તેમાં સહયોગી એક એક વ્યક્તિ પરિવાર કોઈ વર્ગ કે જ્ઞાતિ ભેદભાવ વગર સહયોગી અને સહભાગી બની રહ્યાનો પણ અહોભાવ પ્રગટ કર્યો અને પંથકના ગામોમાં શરૂ થયેલ આ કાર્યો સાનંદ ઉલ્લેખ કર્યો.
અહીંયા કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાએ આત્મનિર્ભર ગામનું આ ઉત્તમ ઉદાહરણ ગણાવી સૌને અભિનંદન પાઠવ્યા અને ગામડાની પરંપરાનું નિરૂપણ આકર્ષક રહ્યાનું જણાવ્યું.
રાજ્યના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આદર્શ ગામની સંકલ્પના અહીંયા સાકાર થયાનું જણાવી કોઈની નજર ન લાગી જાય તેમ હળવી વાત કરી. તેઓએ રાજ્ય સરકાર દ્વારા અહીંયાની ઉપલબ્ધિ અનુકૂળતા મુજબ વિશેષ કૃષિ પ્રકલ્પ કરવા પણ જાહેરાત કરી.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પ્રસન્નતા વ્યક્ત કરી.
પ્રારંભે ગામમાંથી રંગદર્શી વાતાવરણ સામૈયા સાથે જુવારા યાત્રા યોજાઈ હતી.
આ ગ્રામસભા અગાઉ વિકાસ કામોના ઉપક્રમો યોજાયાં તથા કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ.
કાર્યક્રમમાં શ્રી તૃષા મોરડિયાએ શબ્દોથી સૌનું સ્વાગત કર્યું હતું.
આ ગ્રામસભા સંચાલનમાં શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદી રહ્યા.

















Recent Comments