કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં પતંગ મહોત્સવનો પ્રારંભ શ્રી કપિલદેવે કરાવી ક્રિકેટ મોજ લીધી. અહીંયા અભિનેતા શ્રી અરુણ ગોવિલ જોડાયાં હતાં.
ગોહિલવાડનાં નાનકડા હણોલ ગામમાં મકરસંક્રાંતિ પર્વે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ ગયો, જેનો પ્રારંભ ક્રિકેટ ખેલાડી શ્રી કપિલદેવે કરાવ્યો અને આ સાથે જ તેઓએ ક્રિકેટ મોજ પણ લીધી છે.
કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં વતન હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં આ પતંગ મહોત્સવ યોજાયો જેમાં દેશ વિદેશના પતંગબાજો જોડાયાં. અહીંયા અભિનેતા શ્રી અરુણ ગોવિલ જોડાયાં હતાં અને સમગ્ર મહોત્સવ માણ્યો હતો.
શ્રી કપિલદેવે અંહીંના ખેલાડીઓ સાથે મુક્તપણે સંવાદ ચર્ચા પણ કરેલ અને રમતમાં ખેલદિલી સાથે જોમ અને જોશની પણ શીખામણ આપી.
આ મહોત્સવમાં આયોજનમાં સમગ્ર ગામમાં અને પંથકમાં ખૂબ ઉત્સાહ રહ્યો છે.

















Recent Comments