પાલિતાણાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત કેન્દ્રીય કૃષિ, ખેડૂત
કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ગ્રામીણ બજારને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ.
આ તકે કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમત- ગમત મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા
અને ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રિય રાજય શ્રીમતી નિમુબેન બાંભણિયા અને રાજ્યના
કૃષિ કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ ભારતીય ઓલમ્પિક એસોસિએશનના પ્રમુખ શ્રી પી. ટી. ઉષા
સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને શ્રી ડૉ.મનસુખભાઈ માંડવીયા સહિત આગેવાનોએ ગ્રામીણ
બજારના સ્ટોલ્સની મુલાકાત લઈને માહિતી મેળવી હતી તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત પાલીતાણા તાલુકાના ગામોમાં કચરાના કલેક્શન માટે ૧૯ ઈ-રીક્ષાનું લીલી ઝંડી આપીને
પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
આ તકે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, ડેપ્યુટી મેયર શ્રીમતી
મીનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા
વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના વાઈસ પ્રેસિડન્ટશ્રી અજયભાઈ, આગેવાન શ્રી
દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી કુમારભાઈ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ કચેરીના સ્પેશિયલ કમિશનર શ્રી બી.એન. પ્રજાપતિ,
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રીમતી જયશ્રીબેન જરુ, શ્રી ધનરાજ નથવાણી સહિત જિલ્લાના
અધિકારીઓ- પદાધિકારીઓ, હણોલ તેમજ આસપાસના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યાં
હતા.
આત્મનિર્ભર હણોલ મહોત્સવ ૨૦૨૬માં ગ્રામીણ બજાર ખુલ્લું મૂકતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ




















Recent Comments